ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર થાય તે પહેલાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કડક નિયમો કરીને કડક કાયદા બનાવી રહી છે. ગુંડાઓ લેન્ડ કરે તો ગમે તેવી જમીનોના દસ્તાવેજો કરી નાખે છે અને જમીન પર પોતાના હક જમાવે છે તેમના પર કાર્યવાહી કરવા માટે આ બિલ વિધાનસભામાં લાવવામાં આવ્યું છે. ગઇકાલે પણ ગુંડા એક્ટ વિધાનસભા ગૃહમાં પસાર કરવામાં આવ્યું પરંતુ દુઃખ એ વાતનું થાય છે કે કોંગ્રેસ ગુંડાઓને પ્રોત્સાહન આપવા માગે છે જેથી વિધાનસભાગૃહમાં ગુંડા એક્ટનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો, જ્યારે લેન્ડ ગ્રેબિંગથી સામાન્ય માણસ અને ખેડૂત હતો ન હતો થઈ જાય છે જમીન તેમના હાથમાંથી જતી રહે છે, તેનો વિરોધ કરવો એ યોગ્ય નથી. આ ગાંધીનું ગુજરાત છે લુખ્ખાગીરી ગુંડાગીરી ન થાય તે માટે જ રાજ્ય સરકાર જમીન સુધારણા બિલ લાવી છે.
વિધાનસભા ગૃહમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર થશે, ગુંડા બાદ હવે ભૂમાફિયાની ખેર નહીં: વિજય રૂપાણી - જમીન સુધારણા બિલ
ગુજરાત વિધાનસભાગૃહમાં આજે રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિક પટેલ ગુજરાતમાં જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતું ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહીબિશન એકટ વિધેયક વિધાનસભા ગૃહમાં લાવશે. તે પહેલાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જમીન પચાવી પાડનાર સામે કડક કાયદા બનાવી રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતનું બિલ વિધાનસભા ગૃહમાં પસાર થશે અને કોંગ્રેસ ગમે તેટલો વિરોધ કરે પણ બિલ ગૃહમાં પસાર થશે તેમ જણાવ્યું હતું.