ETV Bharat / city

મજૂર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર કર્યો આક્ષેપ, કહ્યું- નિવેદન આપવા આવેલા 70 વર્ષીય વૃદ્ધને માર્યો ઢોર માર - ગાંધીનગરમાં પોલીસે વૃદ્ધને માર્યા

મજૂર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર વૃદ્ધને ઢોર માર મારવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ગત 14 ઓગસ્ટના રોજ મજૂરી કરતા એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દાહોદ જિલ્લાનો હતો અને મૃતક સાથે તેમના 70 વર્ષીય સબંધી તેરસીંગભાઈ પણ રહેતા હતા. આ મોત બાદ તેરસીંગભાઈ દાહોદ પરત ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે આ 70 વર્ષીય વૃદ્ધનું નિવેદન લેવા માટે તેમને ગાંધીનગર બોલાવ્યા હતા. આ સમયે પોલીસે વૃદ્ધને ઢોર માર માર્યો હતો.

ETV BHARAT
મજૂર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર કર્યો આક્ષેપ, કહ્યું- નિવેદન આપવા આવેલા 70 વર્ષીય વૃદ્ધને માર્યો ઢોર માર
author img

By

Published : Aug 27, 2020, 9:38 PM IST

ગાંધીનગરઃ મજૂર અધિકાર મંચે ઈન્ફોસિટી પોલીસ પર વૃદ્ધને ઢોર માર મારવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ગત 14 ઓગસ્ટના રોજ મજૂરી કરતા એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક દાહોદ જિલ્લાનો હતો અને મૃતક સાથે તેમના 70 વર્ષીય સબંધી તેરસીંગભાઈ પણ રહેતા હતા. આ મોત બાદ તેરસીંગભાઈ દાહોદ પરત ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે આ 70 વર્ષીય વૃદ્ધનું નિવેદન લેવા માટે તેમને ગાંધીનગર બોલાવ્યા હતા. આ સમયે પોલીસે વૃદ્ધને ઢોર માર માર્યો હતો.

ETV BHARAT
પોલીસે માર માર્યો

ફતેપુરા તાલુકાના મારગાળા ગામનાં સંગાડા બાબુ ગાંધીનગરમાં પંકજ ઠાકોરને ત્યાં ટ્રેકટરમાં મજૂરી કામ કરતા હતાં, ત્યારે ગત 14 ઓગસ્ટના રોજ તેમનો મૃતદેહ ઈન્દ્રોડા ગામમાંથી મળી આવ્યો હતો. આ બનાવ બાદ મૃતક સાથે રહેતા તેમના સંબંધી તેરસીંગભાઈ પોતાના વતન ચાલ્યા ગયા હતા. જેથી પોલીસે તેમની જુબાની માટે તેમને ઈન્ફોસિટી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા.

મજૂર અધિકાર મંચે વધુમાં જણાવ્યું કે, પોલીસના બોલાવવાથી તેરસીંગભાઈ 26 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન આવ્યા હતા. જ્યાં તેમણે પોલીસના કહ્યા મુજબ જુબાની લખી નહોતી. જેથી પોલીસે તેમને ઢોર માર માર્યો હતો. આ અંગે SC-ST સેલના DySpને પણ રજૂઆત કરવામાં આવી છે.

ETV BHARAT
પોલીસે માર માર્યો

મજૂર અધિકાર મંચની ટીમે વધુમાં જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ શાહરૂખે તેરસીંગભાઈનું નિવેદન CCTV કેમેરા સામે લીધું હતું. જેમાં તેરસીંગભાઈએ ટ્રેક્ટર માલિક પંકજ ઠાકોર વિરુદ્ધ મજબૂત જુબાની આપી હતી. આ સમયે PSI રીના પટેલને જુબાની યોગ્ય નહીં લાગતાં તેમણે પૈસાદાર લોકોની સામે ફેર નિવેદન લીધુ હતું અને પોલીસે પોલીસ સ્ટેશનમાં જ તેરસીંગભાઈને ઢોર માર મારી તેમનું નિવેદન બદલાવી દીધું હતું. આ ઉપરાંત પોલીસે તેરસીંગભાઈને ખોટા કેસમાં ફીટ કરવાની ધમકીઓ પણ આપી હતી.

મજૂર અધિકાર મંચે રાજધાનીમાં પોલીસના આ બર્બરતા પૂર્ણ વ્યવહારની સખત શબ્દોમાં નિંદા કરી દોષિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરી તેમની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ મજૂર અધિકાર મંચે સંગાડા બાબુભાઈના મૃત્યુ કેસમાં નિષ્પક્ષ રીતે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરાવી સત્ય બહાર લાવવાની માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.