- વાયબ્રન્ટ પહેલા હોસ્પિટલનો સમાન ખસેડવાની કવાયત શરૂ કરાઇ
- 900 બેડની હોસ્પીટલમાં અત્યાર સુધી એક પણ બેડ ખસેડાયો નથી
- દિવાળી પહેલા હોસ્પિટલ રાખવી કે સમેટવી તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 900 બેડની હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ બીજી લહેરમાં કોરોનાનાં કેસોને જોતા DRDO આ હોસ્પિટલ મહાત્માં મંદિરમાં ઊભી કરી હતી. જો કે, થોડાં દિવસોમાં જ વાયબ્રન્ટ સમિટ યોજાવા જઇ રહી છે. ત્યારે ચર્ચાએ જોર પકડયું છે કે કોરાનાનાં કેસ ઓછા થતાં અને વાઇબ્રન્ટ સમિટ યોજાતા હોસ્પિટલ સમેટવામાં આવશે. જો કે, અત્યારથી હોસ્પિટલનો સામાન સ્ટોર રૂમમાં મુકવા માટે સૂચના પણ આપવામાં આવી છે. જેથી આજે કેટલોક સામાન ટ્રકમાંથી લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
સરકારે ઓફિસિયલ હોસ્પિટલ બંધ કરવાને લઈને જણાવ્યું નથી
સિવિલ હોસ્પિટલ દ્વારા જાણાવવામાં આવ્યું છે કે, "અત્યાર સુધી હોસ્પિટલ બંધ કરવાને લઈને કોઈ ઓફિશિયલી લેટર અમારા સુધી પહોંચ્યો નથી." માહિતી મુજબ આ પહેલાં પણ સામાન ફેરબદલ કરવામાં આવ્યો છે. અત્યાર પૂરતો આ હોસ્પિટલનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી. જો કે, 900 બેડ માંથી એક પણ બેડ ખસેડવામાં નથી આવ્યો. જેથી અત્યારે સામાન ગોડાઉનમાં ખસેડવામાં આવી રહ્યો છે. દિવાળી પહેલા હોસ્પિટલ રાખવી કે નહીં તેને લઈને નિર્ણય લેવાઈ શકે છે. જેથી બે ત્રણ દિવસમાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
ઓક્સિજનની ટેન્ક નાની કરવામાં આવી
મળતી માહિતી મુજબ, મહાત્માં મંદિર ખાતે તમામ ઓક્સિજનનાં બેડ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓક્સિજનની ટેન્ક મોટી બનાવવામાં આવી હતી. જો કે અત્યારે 23 ટનની ટેન્ક તેના સ્થાને હોસ્પિટલમાં રાખવામાં આવી છે. આ ઉપરાંત પેશન્ટ માટે બનાવવામાં આવેલા અલગ ટોયલેટ અત્યારે દૂર કરવામાં આવ્યા છે અને કેટલાક ફેરબદલ પણ હોસ્પિટલમાં વાઇબ્રન્ટ સમિટનાં એનાઉન્સમેન્ટ પહેલા કરવામાં આવ્યા છે. જેથી હોસ્પિટલને સમેટવામાં પણ આવી શકે છે.
આ પણ વાંચો : ડીસાની જીજી વિદ્યા સંકુલ મુકામે આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રિલ યોજાઈ
આ પણ વાંચો : આસિયાનની એકતા ભારત માટે મહત્વપૂર્ણ પ્રાથમિકતા છે - PM મોદી