ETV Bharat / city

લાઇસન્સ વિના રેમડેસીવીર રાખવા એ દવાઓનું બ્લેક માર્કેટિંગ, ગુનો નોંધાવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય - Remdesivir injection issue in Gujarat

રેમડેસીવીર ઇન્જેક્શન મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં કોંગ્રેસના નેતાઓએ સી. આર. પાટીલને રેમડેસીવીર મામલે અનેક સવાલો કર્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પણ પત્ર લખી તેમના વિસ્તારના લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે માંગ કરી હતી.

રેમડીસીવર ઇન્જેક્શન મુદ્દે સી.જે. ચાવડાની પ્રતિક્રિયા

author img

By

Published : Apr 11, 2021, 1:36 PM IST

Updated : Apr 11, 2021, 1:42 PM IST

  • કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાનું રેમડેસીવીર ઇન્જેક્શન મામલે નિવેદન
  • લાયસન્સ વિના રેમડેસિવીર ઇન્જેક્શન રાખવાએ દવાઓનું બ્લેક માર્કેટિંગઃ સી.જે. ચાવડા
  • 2,500 રેમડેસીવીર ઇન્જેક્શન સરકાર પાસેથી માંગ્યા

ગાંધીનગર: કોંગ્રેસના નેતાઓએ સી. આર. પાટીલને રેમડેસીવીર મામલે અનેક સવાલો કર્યા છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ પત્ર લખી તેમના વિસ્તારના લોકોને રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે માંગ કરી હતી. ચાવડાએ તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રેમડેસીવીર માટે લાઇસન્સ જરૂરી છે. આ દવા એચ અને એલ કેટેગરીમાં આવે છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે પાંચ હજાર ઇન્જેક્શન હોવાનું સાંભળવા મળતા મેં પણ મારા મત વિસ્તારમાં લોકોની સેવા માટે 2,500 ઇન્જેક્શન સરકાર પાસેથી માંગ્યા છે.

રેમડીસીવર ઇન્જેક્શન મુદ્દે સી.જે. ચાવડાની પ્રતિક્રિયા
  • ભૂતકાળમાં પણ ગેરરીતિ બદલ પોલીસ કેસ થયા છે, દેશદ્રોહનો ગુનો નોંધાવો જોઇએ

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં આ પ્રકારના ઇન્જેક્શન મામલે પોલીસ કેસ થયા છે. આ દવાઓની માફિયાગીરી છે, બ્લેક માર્કેટિંગ છે જેથી દેશદ્રોહનો ગુનો નોંધાવો જોઈએ. કેમ કે, એક બાજુ લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, ત્યારે લોકો નેતાઓની ઓફિસમાં મળવા લોકો જાય છે અને તેમને ઇન્જેક્શન અપાય છે. જેથી ત્યાં રેડ પડવી જોઈતી હતી.

આ પણ વાંચોઃ ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, સી.આર.પાટીલની ધરપકડ કરવામાં આવે: અર્જુન મોઢવાડીયા

  • કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પોરબંદરમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે રેમડેસીવીર ઇન્જેક્શન બાબતે ભાજપ રાજકારણ રમે છે, તેમણે ગેરકાયદેસર રીતે ઇન્જેક્શન મેળવી કાયદાનો ભંગ કર્યો છે. આથી આ માટે સી.આર પાટીલને ભાજપના પ્રમુખ પદેથી હટાવી તેમની ધરપકડ કરવી જોઇએ.
  • મારા વિસ્તારમાં પણ 2,500 ઇન્જેક્શનની જરૂરઃ સી.જે. ચાવડા

સી.જે. ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સી.આર.પાટીલ પાસે 5,000 રેમડેસીવીર હોવાના સમાચાર મળ્યા છે. જેથી સરકારે કદાચ રાજકીય નેતાઓને આ પ્રકારની સેવા કરવાનો મોકો આપ્યો છે. સુરતમાં આ ઇન્જેક્શન મળ્યા છે. મેં પણ તેની માંગણી મારા મત વિસ્તારના લોકો માટે કરી છે. કેમ કે, મને પણ ઘણા લોકોના ફોન રેમડેસીવીર ઇન્જેક્શન માટે આવી રહ્યા છે. મને પણ 2,500 રેમડેસીવીર ઇન્જેક્શન આપી લોકોની સેવા કરવાની તક મળવી જોઇએ.

આ પણ વાંચોઃ રેમડેસીવીરની રાજનીતિ, જાણો શું કહે છે ભાજપ અને કોંગ્રેસના નેતા

  • કોરોના પોઝિટિવ દર્દીઓના પરિજન પોતાના દર્દીઓના જીવ બચાવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ઇન્જેક્શનની અછતનો સામનો કરી રહ્યા છે. સુરતના કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી આ ઇન્જેક્શન નહીં મળતાં સિવિલ હોસ્પિટલમાં લાંબી કતારો પણ જોવા મળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, 3 લાખ ઇન્જેક્શનનો જથ્થો ગુજરાતને મળશે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ હોસ્પિટલની બહાર જાહેરાત કરી હતી કે, ભાજપના કાર્યકર્તાઓ જરૂરિયાત મંદ લોકોને નિ:શુલ્ક આ ઇન્જેક્શન આપશે.

રેમડેસીવીર મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું

આ પણ વાંચોઃ રેમડેસીવીર મુદ્દે રાજકારણ : સીઆર પાસે ઇન્જેક્શન!!! CM અજાણ, વિપક્ષના પ્રહાર

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે કારણે કોરોનાની સારવારમાં વપરાતા રેમેડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે, છ છ કલાક લાઇનમાં ઉભા રહેવા છતા લોકોને ઇન્જેક્શન મળતા નથી. જે વચ્ચે સી. આર. પાટીલે સુરત શહેરમાં ભાજપ 5,000 રેમડેસીવીર ઇન્જેક્શન મફત આપશે તેવી જાહેરાત કરી હતી. જે બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ અને આપે પાટીલ અને ભાજપની આકરી ટીકા કરી અનેક આક્ષેપો કર્યા હતા.

કોંગ્રેસનો સવાલ - ભાજપે ક્યા નિયમો મુજબ 5000 રેમડેસીવીર ઈન્જેક્શન મેળવ્યા?

ગુજરાતની જનતા પોતાના પરિવારજનોના જીવ બચાવવા માત્ર 6 ઈન્જેકશન મેળવવા એક શહેરથી બીજા શહેર સંપર્કો અને ભાગદોડ કરી રહે છે, તેમ છતાં લોકોને રેમડેસીવીર મેળવવા મુશ્કેલ છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે. મેડિકલ રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહી. એવી સ્થિતિમાં સી. આર. પાટીલ 5,000 ઈન્જેકશન કયા સોર્સથી લાવ્યા? આ અતિ ગંભીર સવાલ છે. જો સી. આર. પાટીલને સેવા જ કરવી હોય તો, જેમ ડ્રેગન ફ્રૂટને કમલમ કરી નાંખ્યું તેમ, કમલમને કોવિડ સેન્ટરમાં ફેરવી નાંખવું જોઈએ. તમામ જિલ્લા સ્તરે બનાવેલા વૈભવી કાર્યાલયો લોકોને ક્વોરેન્ટાઈન થવા ખુલ્લા મૂકવા જોઈએ.

Last Updated : Apr 11, 2021, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.