- તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ ઘન કચરાના નિકાલ અંગે ગૃહમાં પ્રશ્ન પૂછ્યો
- નાયબ મુખ્યપ્રધાને જવાબ આપ્યો
- કનુ બારૈયા જવાબથી અસંતુષ્ટ
ગાંધીનગર: આજે ગુરુવારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુ બારૈયાએ પ્રશ્ન ક્રમાંક- 2 અંતર્ગત પ્રશ્ન પૂછ્યો હતો કે, ભાવનગર અને અમરેલી જિલ્લામાં કલેક્ટર દ્વારા દર ત્રણ મહિને ઘન કચરાના નિકાલની વ્યવસ્થાની કામગીરીનું પુનર્વલોકન કરાય છે કે કેમ ? અને થતું હોય તો કઇ ક્ષતિ જણાય છે ? તેનો જવાબ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યો હતો કે, આ બાબતે કોઈ જ ક્ષતિ જણાતી નથી અને દર ત્રણ મહિને ઘન કચરાના નિકાલની વ્યવસ્થાનું કલેક્ટર દ્વારા પુનર્વલોકન કરાય છે.
આ પણ વાંચો : રાજ્યમાં રોજગારી-સ્વરોજગારી વધે તે માટે MSMEને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે : સૌરભ પટેલ
સરકાર આ પ્રશ્નને ગંભીરતાથી લે : કનુ બારૈયા
નાયબ મુખ્યપ્રધાનના આ જવાબથી અસંતુષ્ટ તળાજાના ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું હતું કે, તેમણે સમગ્ર ભાવનગર અને અમરેલી જિલ્લા અંતર્ગત આવતી નગરપાલિકાઓની માહિતી માગી હતી. જ્યાં ડમ્પિંગ સાઈડમાં ઘન કચરાના ઢગલા છે. ત્યાં આજુબાજુના ખેડૂતોના પાક પણ ન થાય, તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. નીતિનભાઈએ વાતને ગંભીરતાથી લેવાના બદલે ઉડાઉ જવાબ આપ્યો છે. તેમને માહિતી જોઈતી હોય તો કલેક્ટરને જઈને મળવું તેમ જણાવ્યું છે.
સરકાર સ્વચ્છતા મિશનની મોટી વાતો જ ન કરે, કામ પણ કરે : કનુ બારૈયા
કનુ બારૈયાએ સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે, સરકાર ફક્ત સ્વચ્છતા મિશનની મોટી- મોટી વાતો જ ના કરે. પરંતુ આ મિશન અંતર્ગત આ પ્રશ્નનો ઉકેલ ઝડપથી લાવે.
આ પણ વાંચો : કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગૃહમાં અનુસુચિત જાતિના પ્રશ્નો ઉઠાવ્યા