ગાંધીનગરઃ કલોલ વિસ્તારમાં આવેલા દારૂના જથ્થાની પ્રવૃત્તિ અંગે બાતમી મેળવવામાં અને ડામવામાં નિષ્ફળ રહેવા બદલ રેન્જ IGએ PI વી.વી.ત્રિવેદી અને PSI દેસાઈને સસ્પેન્ડ કર્યા છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-01-policemensuspend-photo-7205128_23082020000319_2308f_1598121199_125.jpg)
PI-PSI સસ્પેન્ડ થતા જિલ્લાના પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને દારૂની કુલ 5,208 બોટલ અને બિયરના 1,008 ટીન ઝડપી પાડ્યા હતા. જો કે, ગોડાઉન ભાડે રાખનારા 2 શખ્સો મળી આવ્યા નથી. પોલીસે ગોડાઉન માલિકને પુછતાં તેમણે રાજસ્થાનના સાંચોરના રૂઘનાથ ગંગારામ મારવાડી (હાલ રહે-ઈ બ્લોક નિર્મિત ક્રિસ્ટલ, કેઆરસી કૉલેજ રોડ, કલોલ) નામના શખ્સેને ગોડાઉન ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ 4 ઓગસ્ટના રોજ ગોડાઉનનો કબજો લીધો હતો. જે બાદ તેમાં મોટા પાયે દારૂ ઉતાર્યો હતો.