ગાંધીનગર: શિવરાત્રીનો તહેવાર (Shivratri Festival 2022) આવી રહ્યો છે અને જૂનાગઢમાં તળેટી ખાતે શિવરાત્રીનો લોકમેળો (Junagadh Shivratri Mela 2022) યોજવાની વર્ષોની પરંપરા છે. છેલ્લા 2 વર્ષથી કોરોના (Corona In Gujarat)ના કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ મેળાઓ રદ કરવામાં આવ્યા છે. કોરોનાના કેસ (Corona Cases In Gujarat)માં સતત ઘટાડો આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને જૂનાગઢના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભાજપના આગેવાનોએ આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રૂબરૂ મળીને મેળો યોજવાની રાજ્ય સરકાર મંજૂરી આપે તેવી માંગ કરી હતી.
સરકાર આપશે મંજૂરી: અરવિંદ રૈયાણી
રાજ્યકક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણીએ આ બાબતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના પદાધિકારીઓ દ્વારા આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરવામાં આવી છે અને શિવરાત્રીના મેળાનું આયોજન થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં આ બાબતે મંજૂરી આપે તેવો મને વિશ્વાસ છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં શિવરાત્રીના મેળાની મહત્વની જાહેરાતો કરશે.
આ પણ વાંચો: શિવરાત્રીના મેળાને લઈ ગિરિ તળેટી જીવ અને શિવના મિલનની બનશે સાક્ષી
મેળામાં લાખો લોકો આવતા હોય છે
રાજકોટના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી જૂનાગઢ ખાતે શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખો લોકોની મેદની મેળામાં દર્શન કરવા આવતી હોય છે. આ મેળામાં જેટલા પણ લોકો દર્શને આવે છે તે લોકોને રહેવાનું-ખાવાનું તમામ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષથી કોઇપણ પ્રકારનો મેળો થયો નથી ત્યારે આ વર્ષે મેળો થાય અને સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુથી રાજ્ય સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ.
આ પણ વાંચો: આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક
નવી SOPની થશે જાહેરાત
રાજ્યમાં 18 ફેબ્રુઆરીના દિવસે કોરોના ગાઈડલાઈન (Corona Guidelines Gujarat)ની અવધિ પૂર્ણ થઇ રહી છે. આવનારા દિવસોમાં શિવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા નવી SOPમાં શિવરાત્રીના મેળાની જાહેરાત કરાશે. આ ઉપરાંત મેળામાં કઈ રીતની વ્યવસ્થા રાખવી તે બાબતની પણ વિશેષ કાળજી રાખવામાં આવશે.