ETV Bharat / city

બાળકોની વેક્સિન માટે પ્રી પ્લાન કેબિનેટમાં રજૂ કર્યો, 20 લાખ ડોઝ કેન્દ્ર સરકાર મોકલશે: જીતુ વાઘાણી - બાળકોની વેક્સિન માટે પ્રી પ્લાન

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે કેબિનેટ બેઠકમાં (Cabinet meeting Gujarat) ગુજરાતમાં કુલ 35 લાખ જેટલા બાળકોના રસીકરણ માટેનો પ્લાન બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેને ટૂંક સમયમાં જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અમલમાં લાવવામાં આવશે.

Jitu Vaghani
Jitu Vaghani
author img

By

Published : Dec 30, 2021, 8:49 AM IST

ગાંધીનગર: બાળકોને વેક્સિનના પ્લાન બાબતે કેબિનેટ બેઠકમાં (Cabinet meeting Gujarat) રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે ખાસ પ્લાન રજૂ કર્યો હતો. આ બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani Statement Children Vaccine) જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં 15થી 18 વર્ષના કુલ 35 લાખ જેટલા બાળકોના રસીકરણ (Vaccination of Children) માટે સમાવેશ થાય છે. જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી 20 લાખ લોકો વ્યક્તિના ડોઝ મેળવશે અને શાળા કોલેજ તથા ઘરે જઈને બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. 7 જાન્યુઆરીના રોજ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે સ્પેશ્યલ રસીકરણની ડ્રાઇવનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

બાળકોની વેક્સિન માટે પ્રી પ્લાન કેબિનેટમાં રજૂ કર્યો, 20 લાખ ડોઝ કેન્દ્ર સરકાર મોકલશે: જીતુ વાઘાણી

ગ્રામ સ્થાપના દિનની ઉજવણી થશે

રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani Statement Children Vaccine) વધુ એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે દિવસે ગ્રામની સ્થાપના થઈ હોય તે દિવસની ઉજવણી કરવા બાબતની પણ રાજ્ય સરકારના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. કેબિનેટ બેઠકમાં ઉજવણી બાબતે પણ ચર્ચા કરવાની અને નિર્ણય કરતા જીતુ વાઘાણી જાહેરાત કરી હતી કે, કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો કે જે દિવસે જે તે ગામની સ્થાપના થઈ હોય તે દિવસની ઉજવણી કરવાનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે બાબતે અધિકારીઓને ડેટા એકઠા કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

રાજ્ય સરકાર કરશે કાયદાઓમાં સુધારો

જીતુ વાઘાણીએ વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક એવા કાયદાઓ છે, જે જૂના જમાનાના કાયદાઓ છે અને જે તે સમયે તે કાયદાઓ વધુ ઉપયોગી હતા પરંતુ આજના સમયને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર અને કાયદાઓમાં સુધારા વધારા કરવા જઈ રહી છે. જે વિધાનસભા બજેટ સત્રમાં સુધારા થાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. આ બાબતે રાજ્ય સરકારે અધિકારીઓને કયા કયા કાયદામાં સુધારો વધારો કરી શકાય તે બાબતનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આમ જે કાયદાઓ ખૂબ જૂના છે તેને સમયાંતરે બદલવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી.

વાઈબ્રન્ટ બાબતે ચર્ચા

કેબિનેટ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit) 2022ના અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં સરકારના જે પણ કર્મચારીઓ હાજર રહેશે તેને 24 કલાક પહેલા RTPCR ટેસ્ટ કરવા ફરજીયાત રહેશે. તે બાબતની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે કે સાત દિવસ ફરજિયાત વિદેશથી આવનારા વ્યક્તિએ ક્વોરન્ટાઈન રહેવું પડશે તે નિયમ પ્રમાણે જ યથાવત રાખવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર જે તે નિયમોમાં બદલાવ કરશે તે નિયમ ગુજરાતમાં ફરજિયાત લાગુ કરવામાં આવશે પરંતુ વાઇબ્રન્ટ રદ થશે કે નહીં તે બાબતે જીતુ વાઘાણી સ્પષ્ટ (Jitu Vaghani Statement Children Vaccine) જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ આ વખતે યોજાશે.

આ પણ વાંચો: Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ

આ પણ વાંચો: 31st Celebration In Surat: 31st પર ભૂલથી પણ નશો કરતા નહીં, સુરત જિલ્લા પોલીસે ઘડ્યો એક્શન પ્લાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.