ETV Bharat / city

Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ - કેબિનેટ બેઠક

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani) કેબિનેટની પત્રકાર પરિષદને સંબોધતા બાળકોની વેક્સિનથી લઈ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં (vibrant gujarat global summit 2022) નિયમો વિશે પણ માહિતી પૂરી પાડી હતી..

Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ

author img

By

Published : Dec 29, 2021, 8:15 PM IST

Updated : Dec 29, 2021, 10:31 PM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani) કેબિનેટની પત્રકાર પરિષદને સંબોધતા બાળકોની વેક્સિનથી લઈ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં (vibrant gujarat global summit 2022) નિયમો વિશે પણ માહિતી પૂરી પાડી હતી.. જેમાં વાઈબ્રન્ટ સમિત પહેલા જ તમામ સાવચેતીની સમીક્ષા કરવામાં આવી છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં કુલ ૩૫ લાખ જેટલા બાળકોના રસીકરણ માટેનો પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો.

Jitu Vaghani on Child Vaccination: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન, 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ

3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન

ઉલ્લેખનય છે કે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના બાળકોને વેક્સિન (Jitu Vaghani on Child Vaccination) આપવાની શરુઆત કરવામા આવનાર છે, ત્યારે દરેક પ્રધાનોને પોતાના વિભાગની જવાબદારી આપવામા આવશે. જેમા શાળાઓમા બાળકોને 3 તારીખથી તેમજ 7 તારીખથી સ્પેશ્યલ ડ્રાઈવ શરુ કરવામા આવશે..

શુ છે આરોગ્ય વિભાગનો પ્લાન?

બાળકોને રસીકરણ માટેના પ્લાન બાબતે કેબિનેટ બેઠકમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે ખાસ રજૂઆત કરી હતી. જે બાબતે રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષના કુલ ૩૫ લાખ જેટલા બાળકોનો રસીકરણ માટે સમાવેશ થાય છે જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસેથી ૨૦ લાખ લોકોના ડોઝ મેળવશે અને શાળા કોલેજ તથા ઘરે જઈને બાળકોને કોરોનાની રસી આપવામાં આવશે. તો જ્યારે સાત જાન્યુઆરીના રોજ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે સ્પેશ્યલ રસીકરણની ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગનુ ખાશ મોનિટરીંગ

હાલ, રાજ્યમા 4.93 કરોડમાંથી 25 લાખને પ્રથમ ડોઝ તેમજ 26 લાખને સેકન્ડ ડોઝ આપી દેવામા આવ્યા છે. ત્યારે હવે બાળકોની વેક્સિન શરુ થવા જઇ રહી છે. માટે હવે આરોગ્ય સાથે ગૃહ વિભાગનુ પણ ખાશ મોનિટરીંગ રહેશે..

ગ્રામ સ્થાપના દિનની ઉજવણી

રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી વધુ એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જે દિવસે ગ્રામની સ્થાપના થઈ હોય તે દિવસની ઉજવણી કરવા બાબતની પણ રાજ્ય સરકારના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો કે જે દિવસે જે તે ગામની સ્થાપના થઈ હોય તે દિવસની ઉજવણી કરવાનું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે બાબતે અધિકારીઓને ડેટા એકઠા કરવાની સૂચના પણ આપવામાં આવી છે..

રાજ્ય સરકાર કરશે કાયદાઓમાં સુધારો

પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અનેક એવા કાયદાઓ છે જે જૂના જમાનાના કાયદાઓ છે અને જે તે સમયે તે કાયદાઓ વધુ ઉપયોગી હતા, પરંતુ આજના સમયને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર અનેક કાયદાઓમાં સુધારા વધારા કરવા જઈ રહી છે. જે વિધાનસભા બજેટ સત્રમાં સુધારા થાય તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે. જ્યારે આ બાબતે રાજ્ય સરકારે અધિકારીઓને કયા કયા કાયદામાં સુધારો વધારો કરી શકાય તે બાબતનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. આમ જે કાયદાઓ ખૂબ જૂના છે તેને સમયાંતરે બદલવામાં આવશે તેવી જાહેરાત પણ રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી..

વાઈબ્રન્ટ બાબતે ચર્ચા

કેબિનેટ બેઠકમાં vibrant gujarat global summit 2022 અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં સરકારના જે પણ કર્મચારીઓ હાજર રહેશે તેને ૨૪ કલાક પહેલા ટેસ્ટ કરવા ફરજીયાત રહેશે. તે બાબતની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની જે માર્ગદર્શિકા છે કે સાત દિવસ ફરજિયાત વિદેશથી આવનારા વ્યક્તિએ ક્વોરન્ટાઇન રહેવું પડશે તે નિયમ પ્રમાણે જ યથાવત રાખવામાં આવ્યા છે અને કેન્દ્ર સરકાર જે તે નિયમોમાં બદલાવ કરશે તે નિયમ ગુજરાતમાં ફરજિયાત લાગુ કરવામાં આવશે પરંતુ વાઇબ્રન્ટ રદ થશે કે નહીં તે બાબતે જીતુ વાઘાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ વખતે વાઇબ્રન્ટ યોજાશે.

આ પણ વાંચો: Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

Last Updated : Dec 29, 2021, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.