ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting 2022) આજે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં ચૂંટાયેલા કેન્દ્રીય બજેટ બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર નજરથી ગુજરાતમાં કેટલો ફાયદો થશે તે બાબતે નાની-મોટી યોજના બાબતે પણ ચર્ચા સહિત કેબિનેટ બેઠકના મોટા નિર્ણયો (Jitu Vaghani Cabinet Briefing) ની માહિતી આપી હતી.
નાણાંપ્રધાન અને અધિકારીઓને સૂચના અપાઈ
કેબિનેટમાં (Gujarat Cabinet Meeting 2022) રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને રાજ્યના નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇને પણ ખાસ સૂચના આપતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના બજેટમાં ( Gujarat Budget 2022 - 23 ) સામાન્ય સામાન્ય વ્યક્તિને સારું પ્રાપ્ત થઇ શકે તે બાબતનું બજેટ તૈયાર થાય. મુખ્યપ્રધાને આ સૂચના કેબિનેટ બેઠકમાં આપી હોવાનું નિવેદન રાજ્યના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani Cabinet Briefing) આપ્યું હતું.
વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો
રાજસ્થાન ગુજરાત રાજ્યમાં વાજબી ભાવની દુકાન સંચાલકો છેલ્લા કેટલાય સમયથી કમિશન વધારવાની માંગ કરી રહ્યા હતાં. ઘઉં-ચોખા તુવેરદાળ, ખાંડ મીઠું અને ખાદ્ય તેલના વિચાર પર વાજબી ભાવના દુકાનદાર સંચાલકોને કમિશનર દરમાં 1.92 થી લઈને 125 રૂપિયા સુધીનો વધારો (Jitu Vaghani Cabinet Briefing) કરવામાં આવ્યો છે. આ કમિશન વધારો 1 જાન્યુઆરી 2022થી લાગૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણયથી 130 કરોડ રૂપિયાનો બોજો રાજ્ય સરકાર ભોગવશે.
ગરીબ કલ્યાણ મેળાઓ આયોજન માટે સૂચન
રાજ્ય સરકાર આવનારા દિવસોમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન આપવાની સૂચના પણ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting 2022) આપી છે. આ બાબતે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ મેળાના આયોજન કરવામાં આવ્યાં છે. આ બાબતે જે તે અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે ચણા અને તુવેર દાળ અને રાયડા માટે 28 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે. જ્યારે ચણા માટે 30,000 રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં થઈ ગયા છે ત્યારે હજુ પણ વધુમાં વધુ ખેડૂતો રજીસ્ટ્રેશન કરે તેવી ચર્ચા બેઠકમાં (Jitu Vaghani Cabinet Briefing) કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે: જીતુ વાઘાણી
10 કરોડ રસી ડોઝ થશે પૂર્ણ
રાજ્યમાં 10 કરોડ આસપાસ રસીકરણનો આંકડો પહોંચ્યો છે. અત્યારે ગુજરાતમાં કુલ 9.80 કરોડ રસીના ડોઝ આપી દેવામાં આવ્યા છે. ત્યારે હવે 10 કરોડને ગણતરીના જ દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા રસીકરણ બાબતે એક ખાસ કોફી ટેબલ બુક અને શોર્ટ ફિલ્મ પણ રાજ્ય સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત (Gujarat Cabinet Meeting 2022) પણ રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Vaghani Cabinet Briefing) કરી હતી.
કેન્દ્રીય બજેટમાં ક્યાં પ્રોજેક્ટનો લાભ ગુજરાતને મળશે
જીતુ વાઘાણીએ (Jitu Vaghani Cabinet Briefing) કેન્દ્રીય બજેટ ઉપર વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તે બજેટની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યને યોજનાઓમાં ફાયદો થશે. ગ્રીન એનર્જી અને પીએમ ગતિશક્તિ યોજના હેઠળ ગુજરાતને ખુબ જ સારો ફાયદો થશે. જ્યારે નદીઓના જોડાણમાં પણ કમાન્ડ એરિયા અને સૌરાષ્ટ્રમાં પણ ખેડૂતોને સિંચાઈ માટે ફાયદો થશે.