ETV Bharat / city

જગન્નાથ રથયાત્રાને મંજૂરી સાથે લાદવામાં આવ્યા અનેક પ્રતિબંધો, જાણો... - jagannath rath yatra update

ગુજરાત સરકારે અંતે અષાઢી બીજના દિવસે નીકળનારી જગન્નાથ રથયાત્રા ( 144th Jagannath RathYatra )ને મંજૂરી આપી દીધી છે, ત્યારે સરકાર દ્વારા રથયાત્રા દરમિયાન કોરોના પ્રોટોકોલનું ( Corona Protocol ) ચુસ્તપણે પાલન થાય તે માટે રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ( PradipSinh Jadeja ) કહ્યું હતું કે, શરતોને આધીન રથયાત્રા કાઢવા બાબતે પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત, કોરોનાકાળ( Corona Gujarat )ને ધ્યાને લેતા રથયાત્રામાં જોડાવા માટે ભક્તોને મનાઈ ફરમાવવામાં આવી છે.

જગન્નાથ રથયાત્રાને મંજૂરી સાથે લાદવામાં આવ્યા અનેક પ્રતિબંધો

author img

By

Published : Jul 8, 2021, 10:47 PM IST

  • રાજ્ય સરકારે અમદાવાદ રથયાત્રા બાબતે આપી મંજૂરી
  • રથયાત્રા જે વિસ્તારમાંથી પસાર થશે ત્યાં રહેશે કરફ્યૂ
  • 30,000થી વધુ પોલીસ અને 20 SRPની ટિમ તૈનાત
  • નિજ મંદિરમાં ગણતરીના લોકોને જ આપવામાં આવશે પ્રવેશ

ગાંધીનગર : અમદાવાદની ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ( 144th Jagannath RathYatra ) બાબતે આજે ગુરૂવારે સરકારે મંજૂરી આપી છે. રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( PradipSinh Jadeja ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાને કારણે ( Corona Gujarat ) શરતોને આધીન રથયાત્રા કાઢવા બાબતે પરવાનગી આપવામાં આવી છે. જેમાં પ્રસાદી વિતરણ અને જાહેર રસોડા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને ગણતરીના લોકોની હાજરીમાં કરફ્યૂની વચ્ચે રથયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે રથયાત્રા

ગૃહપ્રધાન જાડેજાએ રથયાત્રા બાબતે જણાવ્યું હતું કે, 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતી રથયાત્રા જ્યારે નિજ મંદિરમાંથી નીકળશે ત્યારથી જ 7 પોલીસ સ્ટેશન વિસ્તાર, જેમાં ગાયકવાડ હવેલી, ખાડિયા, કાલુપુર, સાહેરકોટડા, દરિયાપુર, શાહપુર, માધવપુરા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા કરફ્યૂ જાહેર દેવામાં આવશે, આમ કોઈપણ વ્યક્તિ રથયાત્રાના રૂટમાં ન આવે તે બાબતે પણ સમગ્ર આયોજન કરી લેવામાં આવ્યું છે. શહેરમાં જ્યાં સુધી રથયાત્રા નિજ મંદિર સુધી પરત ન આવે ત્યાં સુધી રથયાત્રાના રૂટ પર આવેલા પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કરફ્યૂ અમલી રહેશે.

જગન્નાથ રથયાત્રાને મંજૂરી સાથે લાદવામાં આવ્યા અનેક પ્રતિબંધો

આ પણ વાંચો: દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?

નિજ મંદિરમાં અને રથયાત્રામાં ગણતરીના લોકો જ રહેશે હાજર

કોરનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે, ત્યારે રથયાત્રા દરમિયાન સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને નિજ મંદિર અને રથયાત્રામાં ફક્ત ગણતરીના લોકોને જ હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, નિજ મંદિરમાં પ્રવેશ દરમિયાન RTPCR રિપોર્ટ અને વેક્સિન સર્ટિફિકેટ પણ ફરજીયાત રાખવામાં આવ્યું છે.

રથયાત્રામાં ક્યાં પ્રતિબંધ મુક્યાં ?

કોરોનાની પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ૧૪૪મી રથયાત્રાને મંજૂરી આપી છે, ત્યારે અમુક શરતોને આધીન આ મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રાના માર્ગ પર જે રીતે દર વર્ષે પ્રસાદી આપવામાં આવે છે તેના પર રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત, સરસપુરમાં મોસાળ ખાતે યોજાનારા જાહેર ભંડારામાં પણ રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે, રથયાત્રામાં ભજન મંડળીઓ, અખાડાઓ અને ભક્તોને પણ પરવાનગી આપવામાં આવી નથી.

અમદાવાદ શહેરના એન્ટ્રી પોઇન્ટ પર પોલીસનો બંદોબસ્ત

અમદાવાદની રથયાત્રા નિહાળવા શહેરની આસપાસના જિલ્લાઓના વિસ્તારોમાં જેવા કે ગાંધીનગર, મેમદાબાદ, ધોળકા ધંધુકાના રહેવાસીઓ પણ અમદાવાદમાં આવીને રથયાત્રાની મજા માણે છે, ત્યારે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કોઈપણ ભક્ત આવે નહી અને કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને અમદાવાદ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદને જોડતા તમામ બ્રિજ પર ટ્રાફિક બાબતે અંકુશ મુકવામાં આવશે.

આ પણ વાંચો: jagannath rath yatra 2021 : રથયાત્રા પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરશે મંગળા આરતી

4 થી 5 કલાકમાં રથયાત્રા પૂર્ણ કરવાનું આયોજન

12 જુલાઈ અષાઢી બીજના દિવસે વહેલી સવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવશે અને સવારે 7 વાગ્યેની આસપાસ ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા અમદાવાદની નગરચર્યાએ નીકળશે, પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને 4થી 5 કલાકની અંદર જ રથયાત્રા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર અને સરકાર દ્વારા બપોરના ૧ વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધીમાં રથયાત્રા પૂર્ણ કરવામાં આવશે.

રથને ક્યાંય વિરામ આપવામાં નહીં આવે

રાજ્ય સરકારની શરતોને આધીન રથ નિજ મંદિરથી બહાર આવશે, ત્યાંથી સીધા જ તેઓ સરસપુર ખાતે જ અમુક સમય પૂરતું જ રોકાણ કરવામાં આવશે. આમ સમગ્ર રથને ક્યાંય પણ વિરામ આપવામાં આવશે નહીં. સરકારના અને મંદિરના આયોજન પ્રમાણે 5 કલાકની અંદર રથયાત્રા પૂર્ણ કરવાની હોવાથી રથને ક્યાંય વિરામ આપવામાં આવશે નહીં, જ્યારે રથ સાથે ગણતરીના લોકોને જ પરવાનગી આપવામાં આવશે.

એક રથ દીઠ 20 ખલાસીઓ રહેશે હાજર

પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, એક રથ દીઠ ૨૦ ખલાસીઓ હાજર રહેશે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે જે ખલાસીઓના ૪૮ કલાક પહેલાના RTPCR રિપોર્ટ હશે અને રસીના એક ડોઝ લીધો હશે તેને જ પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત, રસીના બન્ને ડોઝ લીધા હોય તેવા ખલાસીઓને અગ્રતા આપવામાં આવશે. આમ કોરોનાની ગાઇચલાઇન્સને ધ્યાનમાં લઈને ખલાસીઓએ પોતાનો રિપોર્ટ અથવા તો રસીકરણનું સર્ટિફિકેટ રજુ કરવું પડશે.

આ પણ વાંચો: રથયાત્રાનું આયોજન કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ: IB

કોરોના ગાઈડલાઇન્સનો વિરોધ કરનારા વિરુદ્ધ થશે કડક કાર્યવાહી

ગૃહપ્રધાન જાડેજાએ જણાવ્યું હતું કે, શરતોને આધીન જ અમદાવાદની રથયાત્રાને પરવાનગી આપવામાં આવી છે, ત્યારે કોરોનાની ગાઇડલાઇનનો કડકમાં કડક રીતે અમલ કરવાનો રહેશે. જો કોઈ પણ વ્યક્તિ ગાઇડલાઇન્સનો અમલ નહીં કરે તો તેના વિરુદ્ધ સ્થાનિક તંત્ર દ્વારા કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

ધાબા પર લોકો ભેગા ન થાય તે માટે ડ્રોનથી સર્વેલન્સ

નિજ મંદિરથી સરસપુર સુધીના રથયાત્રાના રૂટ પર ભક્તો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે, ધાબા ઉપર પણ કોઈ ભક્ત ઉભો ન રહે તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ પોલીસ દ્વારા 7 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ૧૪ જેટલા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવશે. રસ્તા ઉપર અને આકાશી સર્વેલન્સ કરીને ધાબા પર એકઠી થતી ભીડને રોકવામાં આવશે.

30,000થી વધુ પોલીસ અને 20 SRP ટુકડી

પોલીસ બંદોબસ્ત અંગે જાડેજાએ જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ ઉપરાંત 20 SRPની ટીમને રથયાત્રાના રૂટ પર રાખવામાં આવશે. આમ રથયાત્રામાં ૩૦,૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સમગ્ર રૂટનું સર્વેલન્સ અને દેખરેખ રાખશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.