ETV Bharat / city

અમદાવાદ આગના પડઘા, સમગ્ર રાજ્યમાં ગોડાઉનમાં થશે તપાસઃ વિપુલ મિત્રા - Labor Employment Secretary Vipul Mitra

અમદાવાદના પીરાણા વિસ્તારમાં તાજેતરમાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે આ આગના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ભૂતિયા ગોડાઉન ઉપર તપાસ કરવાના આદેશ તમામ શહેર કોર્પોરેશન કમિશ્નરને આપવામાં આવ્યા છે. જેનો અહેવાલ આગામી 13 નવેમ્બરના રોજ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં ગોડાઉનમાં થશે તપાસ
સમગ્ર રાજ્યમાં ગોડાઉનમાં થશે તપાસ
author img

By

Published : Nov 6, 2020, 4:11 AM IST

  • સમગ્ર રાજ્યમાં ગોડાઉનમાં થશે તપાસ
  • શ્રમ રોજગાર અધિક મુખ્ય સચિવે આપ્યા તપાસના આદેશ
  • રાજ્યના તમામ મ્યુ.કમિશ્નરને પત્ર દ્વારા કરવામાં આવી જાણ
  • સ્થાનિક પોલીસ સાથે રાખીને કરવાની રહેશે તપાસ

ગાંધીનગરઃ અમદાવાદના પીરાણા વિસ્તારમાં તાજેતરમાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 12 લોકોના મોત નિપજ્યા હતા, ત્યારે આ આગના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. જેને લઇને રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ભૂતિયા ગોડાઉન ઉપર તપાસ કરવાના આદેશ તમામ શહેર કોર્પોરેશન કમિશ્નરને આપવામાં આવ્યા છે. જેનો અહેવાલ આગામી 13 નવેમ્બરના રોજ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે.

અમદાવાદના પીરાણા ખાતે થયેલી આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 12 લોકોના થયા હતા મોત

આ બાબતે શ્રમ રોજગાર સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવેલાં આવા ગોડાઉન, વેર હાઉસ કે જે પરવાનગી વગરના હોઈ અને એમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હોય એની સંપૂર્ણ તપાસ ખાસ ઝુંબેશ થકી અમદાવાદ કોર્પોરેશન દ્વારા સત્વરે કરાશે. રાજ્યના અન્ય કોર્પોરેશન વિસ્તારોમાં પણ આવી ઝુંબેશ કરીને ચકાસણી કરવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ બને નહીં. તેમણે કહ્યું કે, પીરાણાની ઘટનામાં ભોગ બનનારા મૃતકોને રાજ્ય સરકાર દ્વારા જે સહાય જાહેર કરાઈ છે તે તેમના પરિવારજનોને સત્વરે પહોંચાડવામાં આવશે. અમદાવાદના પીરાણા ખાતે તારિખ 4 નવેમ્બરના રોજ થયેલી આગની દુર્ભાગ્યપૂર્ણ ઘટના સંદર્ભે ગેરકાયદે ધમધમતા જોખમી રસાયણોના સંગ્રહસ્થાનો અને વેરહાઉસો ઉપર કાર્યવાહી કરવા શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમીશ્નરને એક પત્ર પાઠવીને દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે.

13 નવેમ્બર સુધી સુચના અંગે થયેલી કાર્યવાહી કરવાના આદેશ

આ ઘટના સંદર્ભે રાજ્ય સરકારે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્યસચિવ વિપુલ મિત્રા તથા ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના ચેરમેનને તપાસ કરીને તારીખ 13 નવેમ્બર સુધીમાં જરૂરી ''એક્શન ટેકન રિપોર્ટ'' સોંપવા જણાવેલ હતું. પોલીસ તથા અન્ય સંબંધિત તકનીકી એજન્સીઓ દ્વારા આ અંગેની તપાસ ચાલી જ રહી છે, તે દરમિયાન આ પ્રકારના અન્ય કેટલાક વેરહાઉસ જ્યાં જોખમી રસાયણો સંગૃહીત કરવામાં આવી રહ્યાં છે, તે ઉચિત ''ના વાંધા પ્રમાણપત્ર'' (એનઓસી) વિના કે ગેરકાયદે ચાલી રહ્યા છે કે કેમ? તે અંગે કાયર્વાહી કરવી આવશ્યક છે. આ માટે એકથી વધુ વિભાગના સહકારમાં જરૂરી ટિમોનું તત્કાલ ગઠન કરીને ખાસ કરીને મ્યુનિસિપાલિટીની હદમાં ચાલતા આ પ્રકારના ગેરકાયદે વેરહાઉસિસનું સર્વેક્ષણ સમયસર હાથ ધરવું જોઈએ, જેથી જોખમી રસાયણો ગેરકાયદે સંગ્રહિત કરતા વેરહાઉસો ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી થઇ શકે અને આ લોકોની પ્રવૃત્તિને ડામી શકાય.

આ અંગે ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના ચેરપર્સન તથા પોલીસ કમિશ્નર, અમદાવાદને પણ તેમની ટીમને કામે લગાવવા જરૂરી વિનંતી કરવામાં આવી છે. આ સર્વેક્ષણની કામગીરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરથી નીચેની શ્રેણીના અધિકારીઓ ન હોય તે આવશ્યક છે. વળી, જીપીસીબીના ટેક્નિકલ અધિકારી, ડિરેક્ટોરેક્ટ ઓફ ઈન્ડસ્ટ્રીઅલ સેફટી એન્ડ હેલ્થના સભ્ય સચિવ તથા નિયામક સહિતના અધિકારીઓની ટીમ આ કાર્યવાહીમાં જોડાય તે અંગે પણ વિનંતી કરવામાં આવી છે.

આ દુર્ઘટનાનો ''એક્શન ટેકન રિપોર્ટ'' ગુજરાત સરકારને કરાશે સુપ્રત

આ મુજબની ''ડ્રાઈવ'' રાજયના બાકીના મ્યુનિસિપલ કમિશ્નર પણ તેમના જિલ્લાના સંબંધિત પોલીસ કમિશ્નરની સાથે રહીને તત્કાલ ચલાવે જેથી આ દિશામાં ઉચિત કાર્યવાહી થઇ શકે. વળી, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના સ્વજનો તથા ઇજાગ્રસ્તોને વળતર આપવાની કામગીરી કલેક્ટર અમદાવાદના સંકલનમાં રહીને થાય તે જરૂરી છે. પીરાણાની આ દુર્ઘટનાનો ''એક્શન ટેકન રિપોર્ટ'' ગુજરાત સરકારને 13મી નવેમ્બર, 2020ના રોજ સુપ્રત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.