ETV Bharat / city

International Women's Day: મહિલા દિન મહિલા માટે પ્રોટેકશન આપવાની ગુજરાત વિધાનસભા ગૃહમાં કરી માગ - Government Child Women's Welfare Committee

વિધાનસભા ગૃહમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા ધારાસભ્યોને પ્રોટેકશન (Protection to women legislators )આપવાની માંગ કરી હતી. સરકારી કાર્યક્રમોમાં (In government programs)કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ જ પ્રકારનું આમંત્રણ આપતા નથી. શું અમે આતંકવાદી છીએ તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતાં. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ (Speaker of Gujarat Assembly) આ નીમાબેન આચાર્યે પણ વિશ્વ મહિલા દિવસ દરમિયાન ગ્રુપની મહિલા ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી હતી.

International Women's Day: મહિલા ડીને મહિલા માટે પ્રોટેકશન આપવાની ગૃહમાં કરી માંગ

author img

By

Published : Mar 8, 2022, 5:21 PM IST

ગાંધીનગર: 8 માર્ચ એટલે કે આજે વિશ્વ મહિલા દિન (International Women's Day)છે ત્યારે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલની પ્રવચન પર કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ વિધાનસભાગૃહમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલા ધારાસભ્યોને પ્રોટેકશન આપવાની માગ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્યો આંતકવાદી?

વિધાનસભાગૃહમાં (Gujarat Assembly)રાજ્યપાલની ચર્ચા દરમિયાન કોંગ્રેસના મહિલા ધારાસભ્ય (Congress Women MLA) ચંદ્રિકાબેને દાહોદમાં થતા અને રાજ્યમાં થતા સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના ધારાસભ્યોને કોઈ જ પ્રકારનું આમંત્રણ આપવામાં આવતું નથી ત્યારે શા માટે સરકારી કાર્યક્રમોમાં અમને આમંત્રણ આપવામાં આવતું નથી શું અમે આતંકવાદી છીએ તેવા પ્રશ્નો પણ વિધાનસભા ગૃહમાં સત્તા પક્ષને કરવામાં આવ્યા હતા, જ્યારે રાજ્ય ગૃહપ્રધાન તરીકે પ્રદીપ જાડેજા સત્તામાં હતા ત્યારે મેં તેમની પાસે સુરક્ષાની માંગ કરી હતી પરંતુ આજદિન સુધી મળી ન હોવાનું નિવેદન પણ વિધાનસભાગૃહમાં ચંદ્રિકાબેન બારીયાએ કર્યું હતું.

આ પણ વાંચો: Women’s Day 2022 : રેણુકાના કાઉન્સલિંગથી 150 HIV ગ્રસ્ત માતાઓનું સંક્રમણ બાળકોને થયું નથી

મહિલા સમિતિ બનાવો

વિધાનસભા ગૃહમાં મહિલા દિન નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા નિવેદન આપ્યું હતું કે સરકારે બાળ મહિલા કલ્યાણ સમિતિ (Government Child Women's Welfare Committee)બનાવી જોઈએ અને તેમાં મહિલા ધારાસભ્યોને સભ્ય તરીકે સ્થાન મળવું જોઈએ. જ્યારે રાજ્ય સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાવોની વાતો કરવામાં આવે છે ત્યારે સુરતમાં બનેલી ઘટનાનો ઉલ્લેખ પણ વિધાનસભા ગૃહમાં કરવામાં આવ્યો હતો અને આવી ઘટનાઓ જે બની રહી છે તેમાં સરકારનું પાણી પણ હલતું ન હોવાનો આક્ષેપ પણ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાએ કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષ બન્યા પછી ડો. નીમાબેન આચાર્ય પ્રથમ વખત ભૂજની મુલાકાતે આવ્યાં, કહ્યું, રાજકારણ સેવાનું માધ્યમ છે

અધ્યક્ષા નીમાબેન આચાર્યે આપી શુભેચ્છાઓ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આ નીમાબેન આચાર્યે પણ વિશ્વ મહિલા દિવસ દરમિયાન ગ્રુપની મહિલા ધારાસભ્યોને શુભેચ્છા પાઠવી હતી. જેમાં તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ (Child Development Department)શરૂ કર્યો હતો અને મહિલા સશક્તિને મજબૂત કર્યું છે જ્યારે આજે મહિલા પુરુષ સમોવડી છે અને ભારતની મહિલા સમગ્ર વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે એટલે કે આપણી પાસે જે સંસ્કાર છે તે બીજે ક્યાંય જોવા મળતા ન હોવાની નિવેદન પણ નીમાબેન આચાર્ય કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.