ગાંધીનગર સમગ્ર વિશ્વમાં આજે 11 ઓક્ટોબરના દિવસે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ( International Girl Child Day in Gandhinagar ) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસપ્રધાન મનીષાબેન વકીલે ( Women Child Development Minister Manishaben Vakil ) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે રાજ્યની દીકરીઓ સુપોષિત, આત્મનિર્ભર અને સુશિક્ષિત બને તે સુનિશ્ચિત કરી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થા નિર્માણ કરીએ.
રાજયકક્ષાની આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી રાજયકક્ષાની આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ રાજ્યપ્રધાન મનીષા વકીલની ઉપસ્થિતીમાં ગાંધીનગર ખાતે થઈ હતી. જેમાં નર્મદા અને દાહોદ જિલ્લાના 14 તાલુકાઓ ખાતે સેફ સ્પેસ એડોલેશન રીસોર્સ સેન્ટરનું તથા રાજ્યના 22 જિલ્લાઓ ખાતે સખી મેળાઓનું ઈ લોન્ચીંગ કર્યું હતું. તેમજ જિલ્લાકક્ષાએ ઉત્કૃષ્ઠ કામગીરી કરેલી દિકરીઓ સાથે મનીષા વકીલે વર્ચ્યુઅલી સંવાદ કરી રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓથી થતા લાભોની માહિતી આપી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં.
બેટી પઢાઓ અભિયાન 2015 થી શરુ થયું મનીષા વકીલે ( Women Child Development Minister Manishaben Vakil ) વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન 2015 થી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમાજના લોકોમાં દીકરીઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાય, દીકરીઓના જન્મનો સહર્ષ સ્વીકાર થાય અને સમાજના લોકોના સંકુચિત માનસ પટ્ટમાં બદલાવ લાવી દીકરા દીકરી એક સમાનનો નવો દ્રષ્ટિકોણ આવે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ( Beti Bachao Beti Padhao campaign ) કાર્યાન્વિત છે.
સરકારે વ્હાલી દીકરી યોજના શરૂ કરી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019 માં વ્હાલી દીકરી યોજના શરૂ કરાઈ છે. દીકરીઓની સંખ્યામાં સતત નોંધપાત્ર ઘટાડો સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા વિવિધ દીકરીલક્ષી યોજનાઓ અને કાયદાઓ અમલીકૃત કરવામાં આવ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે દીકરીઓ પોતાના હક અધિકારો પ્રત્યે જાગૃત થાય, દીકરીઓ સાથેના જાતિગત ભેદભાવો અટકે, લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ અટકે, શિક્ષણનું પ્રમાણ વધે તેમજ દીકરીઓનું આરોગ્ય-પોષણસ્તરમાં સુધારો લાવવા માટે વર્ષ 2008થી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિતે જુદા જુદા જાગૃતિના કાર્યકમો દરેક રાજયોના જિલ્લાઓ ખાતે આયોજિત કરવામાં આવે છે
અનેક બાબતોનું જ્ઞાન મહિલા અને બાળ કલ્યાણ વિભાઞના નિયામક પુષ્પલતાબેને સ્વાગત પ્રવચન કરીને કાર્યક્મની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, રાજય સરકારના વિવિધ વિભાગોના સહયોગથી બે દિવસીય દરમિયાન આયોજિત સખી મેળામાં કિશોરી કારકિર્દી માર્ગદર્શનની સાથે ટેકનીકલ તકો, કેરિયર કાઉન્સેલિંગ, પોષણ અને સ્વાસ્થ્ય વિષયક જાગૃતતા તથા આરોગ્ય તપાસ અને મેડીકલ એસોસિએશનના પ્રતિનિધિ સાથે સંકલન કરી PC & PNDT એક્ટ તથા કિશોરી સ્વાસ્થ્ય સબંધિત જાણકારી ડોક્ટર્સ પેનલ દ્વારા અપાશે.
સરકારની યોજનાઓની જાણકારી અપાશે કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન જેમકે DLSA, વિવધ માળખાઓ, હેલ્પલાઇન સંદર્ભે બાળક, કિશોરીઓ, મહિલાઓ માટેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે. જાતિગત સંવેદનશીલતાને સ્પર્શતા મુદ્દાઓને અનુલક્ષીને ખેલો ઇન્ડિયા અંતર્ગત રમતો, ક્વિઝ, જીવન કૌશલ્ય, શોર્ટ ફિલ્મ, વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.