ETV Bharat / city

સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતીઃ ઉર્જા પ્રધાન - ગાંધીનગરના સમાચાર

વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વર્ષ ૨૦૧૫માં શરુ કરવામાં આવેલી સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહનનું શું થયું છે તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જાણકારી આપતા જણાવ્યું હતુ કે સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતી. જોકે 2015માં શરૂ કરવામાં આવેલી સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજનાના લોકાર્પણ સમયે સરકારે દાવો કર્યો હતો કે, સૌર ઊર્જા આધારિત વાહનોથી પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં ઘટાડો થશે અને વાતાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થશે.

કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર
કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મર
author img

By

Published : Mar 9, 2021, 7:18 PM IST

  • સૌર ઊર્જા આધારિત વાહનોથી પેટ્રોલ અને ડીઝલના ખર્ચમાં ઘટાડો થશે- સરકારનો દાવો
  • સૌર ઊર્જા આધારિત વાહનોથી વાતાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થશે
  • સૌર ઊર્જા સંચાલિત વાહનોના ઉપયોગને લઈને ફરીથી એકવાર વિધાનસભામાં સરકાર ઘેરાઈ
  • ઊર્જા પ્રધાને જણાવ્યું હતુ કે સૌર ઊર્જા સંચાલિત વાહનોની વ્યવસ્થા માત્ર પ્રયોગિક ધોરણે હતી

આ પણ વાંચોઃ ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે ગૃહમાં હોબાળો, નિકાસ વધુ એટલે ભાવ વધારાનો સરકારનો જવાબ

ગાંધીનગર: સરકાર દ્વારા 2015માં નવા સચિવાલય સંકુલ ગાંધીનગર ખાતે સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેને લઇને વિધાનસભામાં કોંગ્રેસે સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા. જેમાં સરકારે જણાવ્યું હતુ કે આ સુવિધા માત્ર પ્રાયોગિક ધોરણે જ હતી. ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે 1,64,000 યુનિટ સૌર ઊર્જા ઉતપન્ન થશે. જેનાથી 20,000 લીટર પેટ્રોલ-ડિઝલની બચત થશે અને ૬૦ ટન કાર્બન ડાયોકસાઈડનું થતું પ્રદૂષણ પણ અટકશે.

આ પણ વાંચોઃ વિધાનસભામાં ચર્ચા દરમિયાન પક્ષ-વિપક્ષ આમને સામને

સૌર ઊર્જા સંચાલિત વાહનો ચલાવતા જોયા નથી અને નેતાઓને પણ ચલાવતા જોયા નથીઃ કોંગી ધારાસભ્ય

કોંગ્રેસના ધારાસભ્યે સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ 2015 થી 2017 સુધી સતત ધારાસભ્ય રહ્યો છું પરંતુ સરકારી અધિકારીઓને અત્યાર સુધી બેટરી વાળા વાહનો ચલાવતા જોયા નથી. ઉર્જા પ્રધાને 2015માં સૌર ઊર્જા સંચાલિત વાહનોનું લોકાર્પણ કર્યું હતું અને સરકારે મોટા મોટા દાવાઓ પણ કર્યા હતા. પરંતુ અત્યાર સુધીમાં અધિકારીઓને સૌર ઊર્જા સંચાલિત વાહનો ચલાવતા જોયા નથી અને નેતાઓને પણ ચલાવતા જોયા નથી. વર્ષ 2015માં કરેલા સરકારે મોટા દાવાઓને લઈને વિધાનસભામાં કોંગ્રેસે સરકારને ઘેરી હતી. સૌર ઉર્જાથી ચાલતા વાહનો અંગે કરવામાં આવેલી મોટી જાહેરાતોના પરિણામો ન આવ્યા હોવાનો કોંગ્રેસે ખુલાસો વિધાનસભા કર્યો હતો.

સૌર ઊર્જા આધારિત વાહનોની આંતરિક પરિવહન યોજના માત્ર પ્રાયોગિક ધોરણે હતીઃ ઉર્જા પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.