ETV Bharat / city

આંનદો ખેડૂતો... રાજ્ય સરકાર દ્વારા ટ્રેકટર સબસીડી અને મોબાઈલ સબસીડીમાં કરાયો વધારો - ખેડૂતો માટે મહત્વની જાહેરાત

કૃષિ પ્રધાને આજે ખેડૂતોને ધ્યાનમાં લઈને મહત્વની જાહેરાત(Important announcement for farmers) કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને મોબાઇલ ખરીદી(Subsidies on mobile purchases) અને ટ્રેક્ટર ખરીદીમાં જે સબસીડી(Subsidy on purchase of tractors) આપવામાં આવતી તેમા વધારો કરાયો છે. ખેડૂતોને ખેતરમાં વાડ બનાવવામાં આવે છે તેના નિયમોમાં પર સુધારા કરવામાં આવ્યા છે.

આંનદો ખેડૂતો... રાજ્ય સરકાર દ્વારા ટ્રેકટર સબસીડી અને મોબાઈલ સબસીડીમાં કરાયો વધારો

author img

By

Published : Jan 18, 2022, 8:39 PM IST

ગાંધીનગર : કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતો માટે કેટલીક મહત્વની જાહેરાતો(Important announcement for farmers) કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને મોબાઇલની ખરીદી(Subsidies on mobile purchases) માટે અને ટ્રેકટરની ખરીદી પર જે સબસીડી(Subsidy on purchase of tractors) આપવામાં આવે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે અને કાંટાળી તારની વાડ બનાવવા માટે પ્રતિ મીટર રૂપિયા 200 અથવા થનારા ખર્ચના 50% બંને માંથી જે ઓછું હોય તે આપવામાં આવશે.

આંનદો ખેડૂતો... રાજ્ય સરકાર દ્વારા ટ્રેકટર સબસીડી અને મોબાઈલ સબસીડીમાં કરાયો વધારો

ખેડૂતોને સહાયની ચુકવણી કરવામાં આવી

કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું હતું, રાજ્યમાં અતિભારે વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું, જેમાં પ્રથમ તબક્કામાં જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટના 23 તાલુકાના ૬૮૨ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને 547 કરોડનું સહાય પેકેજ આપ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2.21 લાખ ખેડૂતોને 442 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરી દેવામાં આવી છે. તેમજ બીજા તબક્કામાં અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જુનાગઢ, પંચમહાલ અને બરોડા જિલ્લાના કુલ 37 તાલુકાના 1,530 ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ આપવામાં આવ્યું છે જેમાં 96,000 ખેડૂતોને ૯૯ કરોડ રૂપિયાનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અપાયું

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યુ છે, જેમાં આગામી સમયમાં રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે 100 કરોડનું ફંડ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અને પ્રોત્સાહન હેતુ માટે મોબાઇલ એપ્લિકેશન અને ઇ-રિક્ષા પણ લોન્ચ કરવામાં આવી છે.

રખડતા ઢોર બાબતે સરકાર પોલિસી બનાવશે

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ ખુબજ વધી રહ્યો છે, તે અંગે કેબિનેટ પ્રધાને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રખડતા ઢોરોને લઈને રાજ્યના ત્રણ મહત્વના વિભાગ જેવા કે પશુપાલન વિભાગ, શહેરી વિકાસ અને મહેસૂલ વિભાગ દ્વારા એક ખાસ પોલિસી તૈયાર કરવામાં આવશે જેનાથી રખડતા ઢોરો બાબતની સમસ્યાઓનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે.

સ્માર્ટફોનની સહાયમાં વધારો કરવામાં આવ્યો

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્માર્ટફોનની મૂળ કિંમતના 10 ટકા અથવા રુપિયા 1500 સબસીડી તરીકે આપવામાં આવતી હતી, જેમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Narmada water provided in Kutch: ખેડૂતોમાં આનંદો! હવે કચ્છના ખેડૂતો કરી શકશે નર્મદાના પાણીથી ખેતી

આ પણ વાંચો : Water of Namrada in Kutch: કચ્છમાં નર્મદાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખિત મંજૂરીની રાહમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.