ગાંધીનગર : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ(State Food and Drugs Department) દ્વારા આજે બાર જેટલી ફુડ શક્તિ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું(inauguration of Food Safety Van) હતું. ફૂડ સેફટી વાનની સુવિધાની(Food checking operations) વાત કરવામાં આવે તો દૂધ, મીઠાઈ, ફરસાણ જેવી તમામ વસ્તુઓ સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવશે જેનું પરિણામ પણ ગણતરીની મિનિટમાં જ આવી જશે. હવે આરોગ્ય વિભાગને પરિણામ માટે દિવસો સુધી રાહ જોવી નહીં પડે. રાજ્યમાં ભેળસેળિયા વેપારીઓ અને વધુ નફો કમાવવાની લાલચમાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરે છે તેનું પરિણામ તાત્કાલિક ધોરણે મળી રહે તે હેતુથી ફુડ સેફટીવાન તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચો - રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રાવણ માસમાં ફરાળી ખાદ્ય વસ્તુઓના ચેકીંગ માટે તપાસના આદેશ
22 જિલ્લામાં વાન કાર્યરત થશે - પહેલા ચાર કોર્પોરેશનમાં જ વાન આપવામાં આવી હતી પરંતુ હવે કુલ 22 જિલ્લાઓમાં કાર્યરત કરવામાં આવી છે. જેથી વધુમાં વધુ ટેસ્ટિંગ થઇ શકે અને આગામી દિવસોમાં રાજ્યના તમામ જિલ્લામા પણ આ વાન આપવામાં આવશે. દિવાળી અને જન્માષ્ટમી તથા શ્રાવણ માસમાં અનેક લોકો બહારથી ખાદ્ય ચીજ વસ્તુઓ ખરીદતા હોય છે અને તહેવારોને ધ્યાનમાં લઇને વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓમાં કેમિકલ, કલર અને અન્ય ચીજવસ્તુઓની ભેળસેળ કરીને વધુ નફો કમાવવાની લાલચ રાખતા હોય છે, ત્યારે આજે 11 જેટલી વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Stock Limit On Edible Oil Gujarat: હવે વેપારીઓ તેલના ડબ્બા મર્યાદિત સંખ્યામાં સ્ટોરેજ કરી શકશે, થશે સરપ્રાઇઝ ચેકિંગ