ETV Bharat / city

આગામી 6 માસમાં રાજ્યની તમામ નગરપાલિકાના ઘરોમાં 100 ટકા નળથી પાણી આવશે: CM રૂપાણી

author img

By

Published : Oct 6, 2020, 5:31 PM IST

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે રૂ. 105 કરોડના ખર્ચે રાજ્યની કુલ 23 નગરપાલિકાઓના વિવિધ કામોનું લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. દિવાળી પહેલાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા રસ્તા અને સ્વચ્છતાના કામો પૂર્ણ કરવાની પણ વાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. તે દરમિયાન જ આવનારા છ મહિનામાં રાજ્યની તમામ નગરપાલિકાઓ અને દરેક ઘરોમાં 100 ટકા નર્મદાનું પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું આયોજન સરકારે કર્યું હોવાનું નિવેદન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

CM રૂપાણી
CM રૂપાણી

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે ૧૦૫ કરોડ ના ખર્ચે રાજ્યની કુલ ૨૩ નગરપાલિકાઓના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આગામી દિવાળી પહેલા તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા રસ્તા અને સ્વચ્છતા ના કામો પૂર્ણ કરવાની પણ વાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી તે દરમિયાન જ આવનારા છ માસમાં રાજ્યની તમામ નગરપાલિકાઓને દરેક ઘરોમાં 100% નર્મદા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાનું આયોજન સરકારે કર્યું હોવાનું નિવેદન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપ્યું હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નલ સે જલના લક્ષ્યને સિદ્ધ કરવા રાજ્યના લોકોને પીવા 100 ટકા સરફેસ વોટર મળતું થાય તેવું આયોજન કરવા સૂચના આપી છે. આગામી છ મહિનામાં રાજ્યની તમામ નગરપાલિકાઓના દરેક ઘરમાં 100 ટકા નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવા આયોજનની પણ સૂચના આપી છે. જ્યારે ચોમાસાની સિઝન દરમિયાન ભારે વરસાદના કારણે રાજ્યના અનેક રસ્તાઓ તૂટી ગયા હતા ત્યારે દિવાળી પહેલા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં સ્વચ્છતા અને સ્વચ્છતાના કામો પૂર્ણ કરવાની પણ સૂચના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આપી છે. આ માટે રાજ્ય સરકારે રૂ. 160 કરોડની રકમ પણ ફાળવી છે.

અગાઉ પણ મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે, રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ. 500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ. 5 હજારનો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ બાદ રાજ્ય સરકાર દ્વારા સ્થળ ઉપર જઈને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા નથી ત્યારે કોળાના કાળ દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં છેલ્લા ચાર મહિનામાં અંદાજે રૂ. 11 કરોડથી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.