ETV Bharat / city

વિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં

author img

By

Published : Aug 8, 2022, 2:58 PM IST

આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી (World Tribal Day 2022) થશે. ત્યારે રાજ્ય સરકારે આ દિવસે આદિવાસી સમાજ માટે મહત્વની જાહેરાત (An important announcement for tribal society) કરી શકે છે. જોકે, કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનોને આદિવાસી જિલ્લાની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ સરકાર એક કાંકરે બે નિશાન સાધવાની પૂરેપૂરી તૈયારીમાં છે.

વિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં
વિશ્વ આદિવાસી દિવસે સરકાર 'એક કાંકરે બે નિશાન' સાધવાની તૈયારીમાં

ગાંધીનગરઃ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ (World Tribal Day 2022) ઉજવવામાં આવે છે. ત્યારે સરકાર પણ હવે આ દિવસની ઉજવણી કરવા માટે થનગની રહી છે. એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તો સરકાર હવે આદિવાસીઓને ખૂશ કરવા માટે આ દિવસે આદિવાસી સમાજ માટે મહત્વની જાહેરાત કરે (An important announcement for tribal society) તેવી શક્યતા છે. જોકે, સરકારે આદિવાસી દિવસની ઉજવણી માટેની તૈયારીઓ કરી દીધી છે.

27 વિધાનસભા બેઠક પર થશે સીધી અસર

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય - ગાંધીનગરમાં આજે (સોમવારે) મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક બેઠક (Gujarat Cabinet Meeting) યોજાઈ હતી, જેમાં કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાનોને આદિવાસી જિલ્લાની ફાળવણી કરીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન (World Tribal Day 2022) કરવામાં આવ્યું છે.

27 વિધાનસભા બેઠક પર થશે સીધી અસર - ગુજરાત વિધાનસભાની કુલ 182 વિધાનસભાની બેઠકમાં 27 વિધાનસભા બેઠક પર આદિવાસી વિસ્તારનું પ્રભુત્વ (Tribal dominated assembly seats) છે. ત્યારે 27 વિધાનસભા બેઠક હાંસલ કરવા રાજ્ય સરકાર દ્વારા આ ખાસ તૈયારીના ભાગરૂપે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન (World Tribal Day 2022) કરવામાં આવ્યું છે.

ચૂંટણી માટે કવાયત - અગાઉ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજ માટે વનબંધુ યોજનાની (Vanbandhu scheme for tribal society) જાહેરાત કરી હતી. ત્યારે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ગુજરાત સરકાર ફરીથી આદિવાસી સમાજની બેઠકો શેર કરવા માટે અનેક વિવિધ જાહેરાતો કરે તેવી પણ (An important announcement for tribal society) શક્યતાઓ છે.

આ રીતે સમજો વિધાનસભામાં આદિવાસી બેઠકનું ગણિત - આદિવાસી પ્રભુત્વ ધરાવતી (Tribal dominated assembly seats) કુલ 27 બેઠક છે. વર્ષ 2007માં કૉંગ્રેસ 14 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 16 બેઠક મળી હતી. આ ઉપરાંત વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ફરી 14 બેઠક મળી હતી.

મુખ્યપ્રધાન જશે ઝાલોદ - આદિજાતિ પ્રધાન નરેશ પટેલ (Tribal Minister Naresh Patel) સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી (World Tribal Day 2022) નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આદિવાસીઓની પડખે સદા સર્વદા ગુજરાત સરકારના સૂત્ર હેઠળ રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજશે

મુખ્યપ્રધાન કરશે ફાળવણી - દાહોદમાં મુખ્યપ્રધાન 90 કરોડ રૂપિયાના 7,500 આવાસોના ચેકનો વિતરણ ઉપરાંત અધિકાર અધિનિયમ અંતર્ગત 11,000 આદિવાસીઓને પ્રમાણપત્રનું વિતરણ, સેલના 6,000 દર્દીઓને સહાયનું વિતરણ તથા 12,00,000 વિદ્યાર્થીઓને ગણવેશ તથા શિષ્યવૃત્તિની 160 કરોડ રૂપિયાની સહાયનો વિતરણ કરવામાં આવશે. જ્યારે 1,000 કરોડ રૂપિયાથી વધુની રકમના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

આ પણ વાંચો-ભારતમાં આદિવાસી સમાજની વસ્તી 10.45 કરોડ : સરકાર

27 બેઠક જીતવાનો ટાર્ગેટ - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે ત્રણ મહિના બાદ આવી રહી છે. ત્યારે આદિવાસી સમાજની કુલ 27 જેટલી બેઠકો (Tribal dominated assembly seats) છે, જેમાં કૉંગ્રેસ અને ભાજપ પક્ષ વચ્ચે ટક્કરની લડાઈ છે. ત્યારે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીમાં 27એ 27 બેઠકો પર જીત મેળવવાનો ટાર્ગેટ પણ ભાજપ પક્ષ દ્વારા રાખવામાં આવ્યો છે. જ્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમામ પ્રધાનોને જેતે જિલ્લામાં કાર્યક્રમમાં હાજરી આપવાની પણ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો- Divaso festival 2022: એક એવું ગામ જ્યાં દર વર્ષે મહિલાઓ વસ્ત્રોની થીમ પર ઉજવે છે દિવાસો

27 વિધાનસભા બેઠક, 53 તાલુકામાં ઉજવણી - આદિજાતિ પ્રધાન નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 9 ઓગસ્ટે (World Tribal Day 2022) સમગ્ર વિશ્વમાં એક આદિવાસી સમાજ માટે એક અનેરો ઉત્સવ (World Tribal Day 2022) હોય છે એને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં એને ખૂબ ભવ્ય રીતે ઉજવણી થતી હોય છે. હું બધાને શુભકામના પાઠવું છું. ગુજરાતની વાત કરું તો, ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લા અને 53 તાલુકાઓમાં પૂરી વસ્તી આદિવાસી સમાજની છે. 27 જેટલી અમારી વિધાનસભા પણ છે, પણ 48 સીટ ઉપર ઉપર આદિવાસી સમાજની વસ્તીઓ કોઈકના કોઈક રીતે આવેલી છે અને તે પણ મોટી માત્રામાં આવેલી છે.

પરંપરાગત ઉજવણી કરાશે - આદિજાતિ પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, 9મી ઓગસ્ટે એક ખૂબ અને ઉત્સવ તરીકે વર્ષોથી અમારા વડીલો પરંપરા તથા રીતે પોત પોતાના વેશભૂષા સાથે અને એક વાદ્યંત્રો સાથે દેવી-દેવતાઓને પૂજા કરીને આ દિવસને ખૂબ ભવ્ય રીતે ઉજવણી કરતા હોય છે એવી જ ઉજવણી કરવામાં આવશે.

નર્મદા તાપી લિંકની ફરી જાહેરાત - આદિવાસીઓએ નર્મદા તાપી લિન્કનો (Tapi Par Narmada Link Project ) અનેક વિરોધ કર્યો હતો. જોકે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે પરામર્શ બાદ આ પ્રોજેક્ટ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દેવાયે છે. તો હવે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રધાનોને જિલ્લા પ્રવાસે મોકલવામાં આવ્યા છે. ત્યારે ફરીથી રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ કરવા નથી માગતી તેવી જાહેરાત કરવામાં આવશે. આમ, ગુજરાત વિધાનસભામાં અને ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર બાદ પણ રાજ્ય સરકારે અનેક વખત જાહેરાત કરી છે. ત્યારે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પર રાજ્ય સરકાર ફરીથી રિવર લિન્ક પ્રોજેક્ટ નહીં થાય તેવી જાહેરાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.