ETV Bharat / city

કોરોનામાં સરકાર જિલ્લાકક્ષાએ ડેથ ઓડિટ કમિટીના આધારે કરશે સહાયનો નિર્ણય - Hrishikesh Patel

સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને 50 હજારની સહાય આપશે, જે માટે પરિપત્ર પણ કર્યો છે. જેમાં ખાસ કરીને એવા લોકો કે જેઓ કોરોના બાદ 30 દિવસ પછી અન્ય કોઈ કારણસર મૃત્યુ પામ્યા છે, તેમને જિલ્લાકક્ષાએ ડેથ ઓડિટ કમિટીના આધારે સહાયનો નિર્ણય કરાશે, તેમ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું.

સરકાર કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને 50 હજારની સહાય આપશે

author img

By

Published : Sep 27, 2021, 7:19 PM IST

Updated : Sep 27, 2021, 8:41 PM IST

  • 50 હજારની સહાય મામલે કોંગ્રેસે વિરોધ કરી વોકઆઉટ કર્યું
  • કોરોનામાં મૃત્યુ પામેલા 10,082 લોકોને સહાય મળશે, પરંતુ અન્ય કિસ્સામાં કમિટી નિમાશે
  • ઋષિકેશ પટેલે કહ્યું, મૃતકોની સહાનુભૂતિ લેવા કોંગ્રેસે વોક આઉટ કર્યું

ગાંધીનગર : 4 લાખની માંગને લઈને કોંગ્રેસે વિરોધ કરી વોકઆઉટ કર્યું હતું, જ્યારે ભાજપે 50 હજારની સહાય કરવાની ઘોષણા કરી છે, જેથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું હતું. ઋષિકેશ પટેલે કહ્યું કે, મુશ્કેલીના સમયે એક થવાના બદલે કોંગ્રેસે રાજકીય સ્ટન્ટ કરી મૃતકોની સહાનુભૂતિ લેવા આવું કામ કર્યું છે. કોરોનામાં 50 હજારની સહાય મૃત્યુ પામેલા લોકો માટે અપાશે, જે માટે પરિપત્ર પણ કર્યો છે. ભાજપ સરકાર કોરોનામાં લોકોની સાથે છે.

લોકોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસ વિધાનસભામાં રાજનીતિ કરી રહ્યું છે

ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે, ગૃહમાં કોંગ્રેસ દ્વારા લોકોની સહાનુભૂતી અને એક રાજકીય સ્ટન્ટ નાટક સ્વરૂપે કર્યું છે, વિધાનસભામાં રાજનીતિ નિમ્ન કક્ષાની થઈ રહી છે. હાલમાં જે અતિ વૃષ્ટિ થઈ તેમાં સરકારે પશુ સહાય તેમજ કેશ ડોલમાં વધારો કર્યો છે. આવનારા સંભવિત સમયમાં ત્રીજી લહેર આવશે નહીં, પરંતુ જો આવે છે તો પણ તેની તૈયારીઓ થઈ ગઈ છે. માતા-પિતા બન્નેમાંથી એક કે બન્ને મૃત્યુ પામ્યા છે તેમાં પણ સરકાર સહાય આપે છે. આ ખરા સમયે લોકોની સહાય કરવાની જગ્યાએ લોકોની સહાનુભૂતિ મેળવવા કોંગ્રેસ વિધાનસભામાં રાજનીતિ કરી રહ્યું છે.

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને મદદરૂપ થવાનું કામ સરકારે કર્યું

કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારજનોને મદદરૂપ થવાનું કામ સરકારે કર્યું છે. કોરોનામાં મૃત્યુ પામ્યા છે, તેવા 10,082 લોકોના પરિવારને સહાય આપવામાં આવશે. કોવિડ સારવાર દરમિયાન 30 દિવસમાં અન્ય કોઈ બિમારી પણ થાય છે, તો તેને લઈને ડેથ ઓડિટ કમિટી નીમાશે અને સર્ટીફીકેટ આપવા માટે તેઓ જ યોગ્ય નિર્ણય લેશે. ડેથ ઓડિટ કમિટી જિલ્લા પ્રમાણે નીમવામાં આવશે.

આ પણ વાંચો- હેરોઇન કેસમાં અદાણી પર ગુનો દાખલ કરો : વીરજી ઠુમ્મર

આ પણ વાંચો- ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે ડ્રગ્સનો મુદ્દો ગાજ્યો, ગૃહ રાજ્યપ્રધાને કહ્યું, 72 કલાકનું હતું ડ્રગ્સ ઓપરેશન

Last Updated : Sep 27, 2021, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.