ETV Bharat / city

અગ્નિકાંડની અસર : ગાંધીનગર સેક્ટર-11માં 3 શોપિંગ ટાવરની 150થી વધુ દુકાન-ઓફિસ સીલ - ગાંધીનગર ફાયર વિભાગ

રાજ્યમાં આગ દુર્ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેમાં મોટાપાયે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં આગની ઘટના ન બને તે અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ 26 જાન્યુઆરીથી નવી પોલિસી સમગ્ર રાજ્યમાં અમલી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ફાયર વિભાગ પણ હવે એક્શન મોડમાં આવ્યું છે. ગત બે દિવસથી ગાંધીનગર ફાયર દ્વારા સેક્ટર-11માં આવેલા શોપિંગ ટાવરમાં ફાયર NOC વગરની 150 જેટલી દુકાનો તેમજ ઓફિસ સીલ કરવામાં આવી છે.

અગ્નિકાંડ
અગ્નિકાંડ
author img

By

Published : Dec 15, 2020, 5:12 PM IST

Updated : Dec 15, 2020, 5:38 PM IST

  • રાજ્યમાં વધી રહેલી આગ દુર્ઘટનાને કારણે ગાંધીનગર ફાયર વિભાગ હરકતમાં આવ્યું
  • 2 દિવસમાં 150થી વધું દુકાનો તેમજ ઓફિસ સીલ કરાઇ
  • ફાયર NOC ન હોવાને કારણે કડક કાર્યવાહી કરાઇ
  • હજૂ બીજી વધુ 50થી 70 દુકાનો સીલ કરવામાં આવે તેવી શક્યતા

ગાંધીનગર : રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી આગ દુર્ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મોટાપાયે જાન અને માલનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં આગ દુર્ઘટના ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 26 જાન્યુઆરીથી નવી પોલિસી સમગ્ર રાજ્યમાં અમલી કરવા જઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર ફાયર વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. ગત બે દિવસ દરમિયાન ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સેક્ટર-11માં આવેલા શોપિંગ ટાવરમાં ફાયર NOC ન હોવાને કારણે 150થી વધુ દુકાનો અને ઓફિસ સીલ કરવામાં આવી છે.

ગાંધીનગર સેકટર-11માં 3 શોપિંગ ટાવરની 150થી વધુ દુકાન-ઓફિસ સીલ

2 દિવસમાં કરાઇ કડક કાર્યવાહી

ફાયર અધિકારી મહેશ મોઢે જણાવ્યું હતું કે, ગાંધીનગર સેક્ટર-11માં આવેલા શોપિંગ સેન્ટર્સમાં ફાયર વિભાગ દ્વારા પ્રથમ નોટિસ અને બીજી નોટિસ આપવામાં આવી હતી અને તેમના ફાયર સિસ્ટમ કાર્યરત કરવા બાબતની સૂચના પણ આપવામાં આવી હતી, પરંતુ શોપિંગ સેન્ટર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જે કારણે ફાયર વિભાગે તપાસ કર્યા બાદ સેક્ટર-11માં આવેલા બે શોપિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 150થી વધુ દુકાનો અને ઓફિસને સીલ કરવામાં આવી છે.

3 દિવસ ચાલશે આ કડક કાર્યવાહી

ગાંધીનગર શહેરમાં NOC વગરની બિલ્ડિંગ અને ટાવરમાં આગામી ત્રણ દિવસ સુધી હજૂ પણ ચેકિંગની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે. ગાંધીનગર શહેરમાં અમદાવાદ અને સુરત જેવી ઘટના ન બને તેના આગમચેતી ભાગરૂપે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વેપારીઓ મેયર અને કમીશનરને કરેલી રજૂવાત પાણીમાં

છેલ્લા બે દિવસ દરમિયાન ગાંધીનગર ફાયર બ્રિગેડ 150થી વધુ દુકાનો અને ઓફિસ ફાયર સિસ્ટમ ન હોવાથી સીલ કરવામાં આવી છે. ત્યારે વેપારીઓએ મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર અને ગાંધીનગરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ તેમને કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ તંત્ર તરફથી મળ્યો ન હતો અને તંત્રએ તેમને ફરજિયાત ફાયર NOC મેળવવા માટે સૂચન કર્યું હતું.

Last Updated : Dec 15, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.