ગાંધીનગર: સમગ્ર દેશમાં લોકડાઉન છે, ત્યારે ગુજરાતમાં લોકડાઉનનો કડક પણે અમલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ પોલીસ અને જનતાને કડક સૂચના આપી હતી કે, પોલીસ લોકડાઉનનો કડક અમલ કરાવે અને જાહેર જનતા લોકડાઉનનું કડક અમલ કરે. જે જગ્યાએ કડક અમલ નહીં થાય ત્યાં કર્ફ્યુ મૂકી દેવામાં આવશે.
અમદાવાદમાં મૂકવામાં આવેલા કર્ફ્યુ બાબતે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદના સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ મુકવામાં આવ્યું છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યું છે, પરંતુ કરફ્યુનો ઉલ્લંઘન કરનાર 17 જણા પર કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે ડીજીપીએ જણાવ્યું હતું કે કરફ્યુ વિસ્તારના લોકોને જીવન જરૂરિયાત કોઈ પણ વસ્તુની અછત રહેશે નહીં. જ્યારે કરફ્યુ વિસ્તારમાં અમદાવાદના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અફવાથી દૂર રહેવાની પણ સલાહ આપી હતી. જ્યારે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવતા 19 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે.
જ્યારે જમાતના લોકો ઉપર પણ કેસ કરવામાં આવ્યા છે, અગાઉ પણ પોલીસ દ્વારા અનેક જાહેરાત કરવામાં આવી હતી કે જે લોકો સમાજમાં જઈને આવ્યા હોય તે સામેથી પોલીસને જાણ કરે પરંતુ ગાંધીનગર જિલ્લાના બે અને મહેસાણાના એક વ્યક્તિ મહારાષ્ટ્ર સમાજમાં જઈને આવ્યા હોવાની વાત પોલીસે સામે આવતા ગાંધીનગર પોલીસ અને મહેસાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને 14 દિવસ કોલર ટાઈટમાં રહેવાની કડક સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે આવતી કાલથી રાજ્યની એપીએમસીમાં અનાજ ખરીદીની શરૂઆત કરવામાં આવશે ત્યારે એપીએમસીમાં પણ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે તેમજ જરૂર પડશે તો સોશિયલ ડિસ્ટન્સને જાળવવા માટે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ કરવામાં આવશે.
- ગઇકાલ (14/04/2020) થી આજ સુધીના ગુનાઓની વિગત
જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા: 2527
કવોરેન્ટિન કરેલા વ્યકિતઓ દ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) : 775
અન્ય ગુનાઓ : 452 (રાયોટીંગ/Disaster Management Actના)
આરોપી અટકની સંખ્યા : 5293
જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 2261
ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 295
CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 69
અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 11