ગાંધીનગરઃ રાજ્ય સરકારમાં કોળી સમાજના આગેવાન પુરુષોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયાં છે. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ શપથ ગ્રહણ બાદ તેમની ચેમ્બરમાં જોવા મળ્યાં નથી. તેવા સમયે હવે ભાજપમાં હીરા સોલંકીને આગળ કરવા માટે સમાજ મેદાને આવ્યો છે. થોડા સમય પહેલા હીરા સોલંકીને પ્રમુખ બનાવવા માટે કોળી સમાજના આગેવાનો કમલમ પહોંચી ગયાં હતાં. ત્યારબાદ આજે આ મુદ્દાને લઈને શહેરમાં આવેલા કોળી ભવન ખાતે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યભરમાંથી કોળી સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં.
ભાજપ હીરા સોલંકીને પ્રમુખ નહીં બનાવે તો કોળી સમાજ તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપશે - ભાજપ
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખની ટર્મ પૂરી થઇ ગઇ છે. ત્યારે આગામી સમયમાં આ પદ કોળી સમાજને આપવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. ગાંધીનગર શહેરના સેક્ટર-4માં આવેલા કોળી સમાજ ભવન ખાતે આજે બપોરના સમયે એક બેઠક મળી હતી. જેમાં કોળી સમાજના આગેવાન હીરા સોલંકીને પ્રદેશ પ્રમુખ બનાવવા માટે અવાજ ઉઠ્યો હતો. ભાજપ હીરા સોલંકી પ્રમુખ નહીં આવે તો આગામી સમયમાં સ્થાનીક સ્વરાજ્યમાં ચૂંટાયેલા તમામ કોળી સમાજના આગેવાનો રાજીનામાં આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.