સરકારી કર્મચારીઓ માટે હવે નવો નિયમ
કચેરીમાં 10મિનિટ મોડા પહોંચશે હવે અડધો દિવસ રજા
કર્મચારીઓ નિયત સમયે હાજર ન રહેતા લેવાયો નિર્ણય
ઇલેક્ટ્રિક સ્વાઈપ હાજરીમાંથી મુક્તિ આપતા સરકારી કર્મચારીઓએ ઉઠાવ્યો ફાયદો
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં એપ્રિલ માહિનામાં જે રીતે અનલોક ખોલવાનું સંખ્યામાં વધ્યું હતું. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે સચિવાલય અને સરકારી કચેરીમાં આવતા કર્મચારીઓને ઈલેક્ટ્રીક કાર્ડ મારફતે મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓ આ મુક્તિમાં પણ ફાયદો ઉઠાવી રહ્યા હોય તેવી વાત નાણા વિભાગ અને સામાન્ય વહીવટી વિભાગને ધ્યાને આવતાં હવે 10 મિનિટ મોડા આવનાર આ કર્મચારીઓને અડધી રજા ગણવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સંક્રમણ ના થાય તે માટે સ્વાઇપમાંથી અપી હતી મુક્તિ
રાજ્યમાં જે રીતે એપ્રિલ અને મે મહિનામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું હતું. ત્યારે સરકારી કચેરીઓમાં સમજણ ન વધે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા સરકારી કચેરીમાં આવતા કર્મચારીઓને ઈલેક્ટ્રીક કાર્ડ સ્વાઈપ કરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી. જેથી કર્મચારીઓ આ મુક્તિમાં પણ પોતાનો ફાયદો ઉઠાવી રહ્યા હતા અને કર્મચારીઓ સમયસર કચેરીમાં હાજર રહેતા ન હતા આવી ફરિયાદો સતત ઉઠતી હતી. ત્યારે નાણાં વિભાગને આ ફરિયાદ ધ્યાનમાં આવતા હવે 10 મિનિટ મોડા કોઇપણ કર્મચારી આવશે તો તેનો અડધો દિવસ રજા ગણવામાં આવશે.
10:40બાદ જે કર્મચારી આવશે તે 6 વાગ્યા પહેલાં ઑફિસ નહીં છોડી શકે
રાજ્યના વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઇપણ કર્મચારી 10:40 બાદ કચેરી ખાતે આવશે તો તે છ વાગ્યા સુધી ઓફિસ છોડી નહીં શકે. આમ બીજી બાજુ જોવા જઈએ તો નિયત સમય કરતા પહેલા પણ તેઓ ઓફિસ છોડશે તો પણ તેઓને અડધી રજા ગણવામાં આવશે. જ્યારે કર્મચારી મોડા આવવાના હોય ત્યારે અથવા તો વહેલું જવાનું હોય ત્યારે ઓફિસના મુખ્ય અધિકારીની મંજૂરી ફરજિયાત લેવી પડશે.
વારંવાર આવી ઘટના થશે તો કર્મચારીને થશે શિક્ષાત્મક કાર્યવાહી
રચના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે જો કોઇપણ કર્મચારી વારંવાર અને સતત મોડો આવે અથવા તો કચેરીમાંથી વહેલા પરત ઘરે જાય અને આવી ઘટના સામે આવશે તો જે તે વિભાગના ઉચ્ચ અધિકારી તરફથી જે તે કર્મચારી પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ સૂચના નાણાં વિભાગ દ્વારા આપવામાં આવી છે. આમ કોરોનાનું સંક્રમણ હવે જે રીતે રાજ્યમાં ઘટી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈને સરકારી કર્મચારીઓ સંપૂર્ણ રીતે કામ તરફ ધ્યાન આપે તેને ધ્યાનમાં લઈને આ નોટિફિકેશન બહાર પડાઇ હોવાની પણ ચર્ચા સચિવાલયમાં વહેતી થઇ છે.