ETV Bharat / city

ભાજપને અટલજીનું માન હોય તો કાયદા પાછા ખેંચે, નહીં તો 26 ડિસેમ્બરથી આંદોલન કરીશું : શંકરસિંહ વાઘેલા - શંકરસિંહ વાઘેલા

લોકસભા અને રાજ્યસભામાં પસાર કરેલા કૃષિ બિલને લઇને સમગ્ર દેશમાં અત્યારે વિરોધ થઈ રહ્યો છે. જ્યારે પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ખેડૂતો છેલ્લા 28 દિવસથી સિંધુ બોર્ડર પર અચોક્કસ મુદ્દતની હડતાલ કરી રહ્યાં છે. સરકારનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકારને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, સરકાર 25 ડિસેમ્બર રાતના બાર વાગ્યા સુધી વિચારણા કરીને કૃષિ બિલ પાછું નહીં લે તો 26મી જાન્યુઆરીના રોજ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત કર્યા બાદ દિલ્હી ખાતે આ ચોક્કસ મુદ્દતના ધારણા કરશે.

ભાજપને અટલજીનું માન હોય તો કાયદા પાછા ખેંચે, નહીં તો 26 ડિસેમ્બરથી આંદોલન કરીશું : શંકરસિંહ વાઘેલા

author img

By

Published : Dec 24, 2020, 7:45 PM IST

  • રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાનો હુંકાર
  • 25 ડિસેમ્બર સુધી સરકાર વિચારણા કરે
  • નહીં તો 26 ડિસેમ્બરના દિવસે દિલ્હી જઈને સરકારનો વિરોધ કરશે
  • દિલ્હી પોલીસ કમિશનરને આપી લેખિતમાં અરજી
  • અમદાવાદ ગાંધીઆશ્રમની મુલાકાત લઈને દિલ્હી જવા થશે રવાના

    ગાંધીનગર : શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યા હતા કે, કેન્દ્ર સરકાર અટલ બિહારી બાજપેઈને માન આપે છે તેવું દરેક વર્ષે કહેવામાં આવે છે. પરંતુ જો ભાજપ સરકારને અટલ બિહારી બાજપેઈનું ખરેખર માન સન્માન હોય તો ખેડૂત વિરોધી જે બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા છે તે અટલ બિહારી બાજપેઈના જન્મદિન નિમિત્તે જ પાછા ખેંચવાની જાહેરાત કરે. જો સરકાર બિલ પાછા નહીં ખેંચે તો 26 ડિસેમ્બરના રોજ સવારે 11:00 શંકરસિંહ વાઘેલાએ પોતે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આવેલ ગાંધીજીની મૂર્તિ પ્રતિમાને ફૂલહાર કરીને યોજના પ્રતિમાને આશીર્વાદ લઈને ચાલો દિલ્હીના નાદ સાથે અમદાવાદથી દિલ્હી સુધી જશે અને દિલ્હીમાં જઈને તેઓ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ બિલનો વિરોધ કરશે.

  • ભાજપનું રાજ છે ત્યાં કોઈ વિરોધ કરવાની પરવાનગી નથી મળતી

    જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા કૃષિ બિલના સમાચાર લઈને સમગ્ર ભારત બંધનું એલાન કર્યું હતું. જ્યારે ભારત બંધના દિવસના એક દિવસ પહેલા જ કોંગ્રેસના તમામ આગેવાનો અને નેતાઓને પોલીસે અટકાયત કરી બંધને નિષ્ફળ બનાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જે રાજ્યમાં ભાજપનું રાજ છે ત્યાં વિરોધ કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર ન હતી ત્યારે કોંગ્રેસ પક્ષ આ બિલ લોકસભા અને રાજ્યસભામાં લાવવાની હતી ત્યારે પણ ભાજપે આ બિલનો વિરોધ કર્યો હતો અને હવે ભાજપ સરકારે જ આ બિલને લોકસભા અને રાજ્યસભામાં પસાર કર્યું છે.
    26 ડિસેમ્બરના દિવસે દિલ્હી જઈને સરકારનો વિરોધ કરશે

  • ભૂતકાળમાં ભાજપ પક્ષે માધવસિંહ સોલંકીની હત્યા કરવાનું ષડ્યંત્ર કર્યું હતું

    શંકરસિંહ વાઘેલાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપ પક્ષ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીની પણ હત્યા કરવાનું ષડ્યંત્ર કર્યું હોવાનો પણ મોટો આક્ષેપ શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ દરમિયાન કર્યા હતો.

    આમ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પૂર્વ મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપ પર અનેક પ્રહારો કરીને ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.