- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) રાષ્ટ્રજોગ સંબોધન (National address) દરમિયાન ત્રણેય કૃષિ કાયદા (All three agricultural laws) પરત લેવાની કરી જાહેરાત
- ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સાંઘાણીએ (Senior BJP leader Dilip Sanghani) આ અંગે પ્રતિક્રિયા આપી હતી
- આંદોલનમાં ખેડૂતો નહતા જોડાયા, તેમના નામે આંદોલન ચાલતું હતુંઃ દિલીપ સાંઘાણી (Dilip Sanghani)
- ત્રણેય કૃષિ કાયદા (All three agricultural laws) ખેડૂતોના હિતમાં જ હતા, તેથી હું આજે પણ કાયદાને આવકારું છુંઃ સાંઘાણી
- કાયદાઓ ન હોય તો ખેડૂતોને નુકસાન થાય તેવી સ્થિતિ હું જોતો નથીઃ સાંઘાણી
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા હતા. ત્યારે હવે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃષિ કાયદાઓને પરત લેવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને કાયદા વિશે સમજાવવાની ઘણી મહેનત કરી હતી, પરંતુ તેઓ માન્યા નથી. આથી અમારી સરકાર આ ત્રણ કાયદા પરત ખેંચી રહી છે. ખેડૂતોએ એપીએમસીને (APMC) ટેક્સ કાયદાઓ પહેલા પણ અને કાયદાઓ પછી પણ ચૂકવવાનો થતો જ નહતો.
આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં
આ કાયદાઓથી ખેડૂતોની સુરક્ષા સલામતી બની રહેતી હતી
ભાજપના વરિષ્ઠ નેતા અને ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ (Senior BJP leader and IFFCO chairman Dilip Sanghani) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ખેડૂતોના હિતમાં 3 કાયદાઓ બનાવ્યા હતા. તેને હું આજે પણ આવકારું છું. આ કાયદાઓથી ખેડૂતોની સુરક્ષા (Protection of farmers) સલામતી બની રહેતી હતી, પરંતુ કાયદાઓ ન હોય તો ખેડૂતોને નુકસાન થાય તેવી સ્થિતિ હું જોતો નથી. ખેડૂતો પોતાની જણસો વાડી, ખેતરમાંથી વેચે છે. તેમ છતાં વેપારીઓ આજે પણ ખરીદે શકે છે, પરંતુ ઘરેથી ખરીદે તો એપીએમસીનો (APMC) જે ટેક્સ લાગે છે. તે એપીએમસી (APMC) લઈ શકતી નહતી. એટલે હવે જૂના કાયદા પ્રમાણે વેપારીઓને ટેક્સ ભરવો પડશે. આથી ફાયદો એ એપીએમસીને (APMC) છે, જેથી વેપારીને ટેક્સ ભરવો પડે એટલા માટે વેપારીઓને નુકસાન છે. ખેડૂતને કંઈ પણ નુકસાન નથી. તેમને કોઈ ટેક્સ ભરવો નહીં પડે.
નવા કાયદા હતા અને જૂના કાયદા હતા, તેમાં પણ ખેડૂતોને ટેક્સ ભરવો પડતો ન હતો
દિલીપ સાંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જે નવા કાયદા હતા અને જૂના કાયદા હતા. તેમાં પણ ખેડૂતોને ટેક્સ ભરવો પડતો નહતો. આજે પણ વેપારીઓ ખેડૂતો પાસેથી ખરીદે છે. તેમાં પણ વેપારીઓને એપીએમસી માર્કેટને (APMC Market) ટેક્સ ચૂકવવો પડશે. પહેલા વેપારીને એપીએમસીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Infrastructure of APMC) ઉપયોગ કરે તો ટેક્સ આપવો પડતો હતો, પરંતુ અત્યારે ઘરે કે વાડી ગમે ત્યાંથી ખરીદે ટેક્સ આપવો પડશે. આથી એપીએમસીની (Income of APMC) આવક વધશે. ખેડૂતોને ટેક્સ આપવાની પ્રથા ભારતીય જનતા પાર્ટીની સરકાર (BJP Government) આવી ત્યારથી બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ આખરે! મોદી સરકારે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચ્યા, કોંગ્રેસ અને AAP પાર્ટીએ ભાજપની ટીકા કરી
ટેક્સ લઈને તગડા બન્યા છે, તેવા લોકોના આર્થિક સહયોગથી આંદોલન ચાલતું હતુંઃ સાંઘાણી
દિલીપ સાંઘાણીએ જણાવ્યું હતું કે, પહેલા તો આ ખેડૂતોનું આંદોલન નહતું. માત્ર ખેડૂતોનાં શોષિત લોકો એપીએમસીમાં (APMC) જે લોકો પાસેથી 7થી 8 ટકા ટેક્સ લઈને તગડા બન્યા છે. તેવા લોકોના આર્થિક સહયોગથી આંદોલન ચાલતું હતું. ફક્ત ખેડૂતોનાં નામે આંદોલન ચાલ્યું, જે મુઠ્ઠીભર લોકોએ ચલાવ્યું હતું.