- સાજા પેવરબ્લોક પડ્યા રહ્યા છે, તૂટેલા પેવરબ્લોકની ફૂટપાથ
- ઉમેદવારો પ્રચારમાં ડાહી વાતો કરે છે અને જીતીને જતા જ રહેશે
- વોર્ડ નમ્બર 10માં ગુડાના ગામો આ વર્ષે ભળ્યા
ગાંધીનગર : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીને આડે માંડ 13 દિવસ જેટલો સમયગાળો રહ્યો છે. અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના ત્રણેય પાંખના ઉમેદવારો પ્રચારની રેસમાં લાગ્યા છે. મોટી અને ડાહી વાતો કરે છે પરંતુ આ પહેલા પણ જે ઉમેદવારો હતા તેમને મારા વોર્ડ દ્વારા જીતળવામાં આવ્યા પરંતું તેમને કહેલા અનેક કામો મારા વોર્ડમાં હજુ બાકી જ રહી ગયા છે. કેટલીક સમસ્યાઓ પરમેનન્ટ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા મારા આ વોર્ડ નંબર 10 ની કેટલીક સમસ્યાઓને પણ જાણવી જરૂરી છે. આ સમસ્યાઓના કારણે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો છેલ્લા 5 વર્ષથી લોકો કરી રહ્યા છે. મારા વોર્ડમાં વિવિધ સેકટરો અને નવા ભળતા ગામોને ગુડામાંથી કોર્પોરેશન વિસ્તારમાં સમાવવામાં આવ્યા છે. તેમની કેટલીક જાહેર સમસ્યાઓ પણ જાણવી એટલી જ જરૂરી છે.
મારા વોર્ડમાં આ પ્રકારની પ્રાથમિક સમસ્યાઓ
મારા આ વોર્ડમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાથી ગાંધીનગરમાં પ્રવેશતા કુડાસણમાં પ્રવેશતા જ સર્વિસ રોડ તૂટી ગયો છે. અહીં ક્યારેક ટ્રાફિક તો ક્યારેક નાના મોટા એકસીડન્ટ પણ થતા હોય છે. આ રોડ પર ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાય છે. આ વોર્ડમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જાહેરમાં રસ્તા પર જોવા મળી રહ્યા છે અને ભીના કચરા માટે જે કચરા પેટી મુકવામાં આવી છે તેની જગ્યાએ નીચે કચરો પડી રહે છે પરંતુ ઉઠાવવામાં નથી આવતો. આ વોર્ડના ફૂટપાથ પર બ્લોક તૂટી ગયા છે પરંતુ નવાઇની વાત એ છે કે સાજા પેવર બ્લોકના તેની બાજુમાં પડ્યા છે પરંતુ આ પેવર બ્લોકનો ઉપયોગ ઘણા સમયથી નથી કરાયો. પાણી ભરાવાના કારણે ફૂટપાથ બેસી ગઈ છે અને તેનો રસ્તો તૂટી ગયો છે. ગાંધીનગર શહેર કહેવાય છે ક્લીન પરંતુ ઘણી જગ્યાએ સોસાયટીની બહાર પણ સાફ સફાઈ થતી નથી. પાણી ભરાવા, કચરો ઘણા સમયથી પડી રહેવો તેના કારણે ગંદકી ફેલાય છે પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે આવી અનેક પ્રકારની સમસ્યાઓ મારા વોર્ડની છે. લોકો પણ તેનાથી પરેશાન થઈ રહ્યા છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર માર્યો
બિસ્માર્ક રસ્તાઓને લઇ સ્થાનિકોની હૈયાવરાળ
મારા આ વોર્ડ વિશે અહીંના રસ્તા વિશે વાત કરતા સ્થાનિક અમરત ઠાકોર કહે છે કે, રોડ તુટી જવાના કારણે ઘણી બધી તકલીફ પડે છે. તૂટેલા અને ખાડા પડી ગયેલા રોડ પરથી પસાર થવું પડે છે. કોઇ નિરાકરણ આવતું નથી. વરસાદમાં પાણી ભરાવાથી ખાડા પડી જવાથી ક્યારેક સ્લીપ થવાની તો ક્યારેક પડી જવાનો ભય રહે છે, રાત્રે પણ વધુ તકલીફ પડે છે એકસીડન્ટ આ કારણે થઈ શકે છે. તો આ અંગે વધુમાં જણાવતા સ્થાનિક ભરતભાઈ દંતાણી એ કહ્યું કે ખાડાઓ કેટલીક જગ્યાએ પુરાય છે તો કેટલીક જગ્યાએ પુરાતા નથી. રોડ પરના ખાડા એમનેમ જ રહી જાય છે. કચરો પણ કહીએ ત્યારે ઉઠાવવા માટે આવે છે. ખાસ કરીને કુડાસણ વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ રોડ પર આ પ્રકારના ખાડાઓ પડી ગયા છે'.
આ પણ વાંચો :પીએમ મોદી અમેરિકા પ્રવાસના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના પીએમ, કમલા હેરિસ, ગ્લોબલ સીઈઓ સાથે મુલાકાત કરશે
મારા આ વોર્ડની સમસ્યાઓનો આ છે ઉકેલ
મારા વોર્ડમાં આ ઉપરાંત અન્ય કેટલીક સમસ્યાઓ છે જેમ કે, તમામ જગ્યાએ પડી રહેલા પેવર બ્લોકનો ઉપયોગ કરવો, તૂટેલા પેવર બ્લોકથી ફૂટપાથ તૂટી ગઈ છે. સેક્ટર 7 સહિતના વિસ્તારમાં રખડતા ઢોર માટે વોલ કરવી, ઓછા ફોર્સથી પાણી આવે છે માટે મોટી પાઈપલાઈનો ગોઠવવી. જ્યાં ખાડા છે ત્યાં જ રોડ બનાવવો. પાણીમાં મચ્છરોના ઉપદ્રવને કારણે દવાનો છંટકાવ કરવો.