ETV Bharat / city

સરકારે લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી તો શું કેવડીયા કોલોનીમાં 400 લોકો આવશે એ વ્યવસ્થા બરાબર?

દિવાળીના તહેવાર બાદ ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે અને સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ ઉપરાંત હવે લગ્ન સમારોહ અને અંતિમ વિધિના કાર્યક્રમમાં પણ હાજર રહેનારાઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. ત્યારે કેવડિયા કોલોની ખાતે યોજાનારી સ્પીકર કોન્ફરન્સ મુદ્દે પત્રકાર પરિષદમાં લોકસભાના સ્પીકરને સવાલ કરવામાં આવ્યાં હતાં કે 400 લોકોની ભીડ થશે એવી સ્પીકર કોન્ફરન્સ યોજવી જરૂરી છે ?

author img

By

Published : Nov 24, 2020, 7:45 PM IST

સરકારે લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી તો શું કેવડીયા કોલોનીમાં 400 લોકો આવશે એ વ્યવસ્થા બરાબર?
સરકારે લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી તો શું કેવડીયા કોલોનીમાં 400 લોકો આવશે એ વ્યવસ્થા બરાબર?
  • રાજ્યમાં કોરોનાને લઇ સરકારે લગ્ન અને અંતિમવિધિમાં સંખ્યા ઘટાડી
  • કેવડીયામાં સ્પીકર કોંફરન્સમાં 400 લોકો રહેશે હાજર
  • ઓમ બિરલાનું નિવેદન : દેશના હિત માટે યોજાઈ રહી છે કોન્ફરન્સ

ગાંધીનગર: એક બાજુ રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં 100 લોકોને અને અંતિમવિધિના કાર્યક્રમમાં 50 લોકોને પરવાનગી આપી છે. ત્યારે કેવડિયા કોલોની ખાતે યોજાનારા કાર્યક્રમમાં 400થી વધુ લોકો એકઠાં થઈ રહ્યા છે. આ અંગેના પ્રશ્ન લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવ્યાં હતાં ત્યારે ઓમ બિરલાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ દેશના હિત માટે થઈ રહી છે ભવિષ્ય માટે થઈ રહી છે અને આ કોન્ફરન્સમાં અમે covid 19ના તમામ નિયમોનું પાલન કરીશું.

ઓમ બિરલાનું નિવેદન : દેશના હિત માટે યોજાઈ રહી છે કોન્ફરન્સ
કેટલો ખર્ચ થશે તે બાબતે મૌન સેવ્યુંકેવડીયા કોલોની ખાતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા બે દિવસ માટે સ્પીકર કોંફરન્સને લઈને ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. કેવડીયા કોલોની ખાતે મોટો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. આ સ્પીકર કોન્ફરન્સમાં કેટલા રૂપિયાનો ખર્ચ થયો હોવાના સવાલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને કરવામાં આવ્યો હતો ત્યારે બિરલાએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે અત્યારે ખર્ચો અંદાજિત કહી શકતાં નથી પરંતુ સંસદની અંદર અને સંસદની બહાર જે કોન્ટ્રાક્ટ થાય છે તે દેશના હિત માટે થાય છે.હવે પક્ષપલટુ માટે થશે નવી વિચારણા: ઓમ બિરલાછેલ્લાં કેટલાય સમયથી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા લોકો ભાજપ પક્ષમાં ભરતી કરવામાં આવી રહ્યા છે જ્યારે ભાજપના અનેક લોકો કોંગ્રેસમાં જઈ રહ્યાં છે. એક રાજકારણી વ્યક્તિ બીજા પક્ષમાં જાય છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે આ બાબતે લોકસભામાં ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે હવે ચર્ચાના અંતે એક કમિટી બનાવવામાં આવી છે જેમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ અને ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે આવનારા સમયમાં પક્ષપલટુ ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.