ETV Bharat / city

ગાંધીનગરમાં અકસ્માતમાં માતાપુત્રીનું મોત નિપજાવનારા હોટેલ માલિકની ધરપકડ - શાહીબાગ ગણપત સોસાયટી વિસ્તાર

ગાંધીનગરમાં એક અઠવાડિયા પહેલા ચ જીરો સર્કલથી ધોળાકુવા પાસે માતાપુત્રી ટુ વ્હિલર પર ઘરે જઈ રહ્યા હતા. તે સમયે એક કારચાલક તેમના વાહનને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં માતાપુત્રીનું મોત થયું હતું. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી નાસતોભાગતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત કરનારો આ વ્યક્તિ જિગ્નેશ જયંતિભાઈ પટેલ ગાંધીનગરની એક હોટેલનો માલિક હોવાનું બહાર આવ્યું છે.

ગાંધીનગરમાં અકસ્માતમાં માતાપુત્રીનું મોત નિપજાવનારા હોટેલ માલિકની ધરપકડ

author img

By

Published : Sep 8, 2021, 1:33 PM IST

  • ગાંધીનગરમાં અઠવાડિયા પહેલા અકસ્માતમાં માતાપુત્રીનું મોત થયું હતું
  • ચ જીરો સર્કલથી ધોળાકુવા પાસે કારચાલક માતાપુત્રીને ટક્કર મારી ફરાર થયો હતો
  • પોલીસે ટક્કર મારનારા કાર ચાલક જિગ્નેશ જયંતિભાઈ પટેલની ધરપકડ કરી
  • લાયસન્સ રદ્દ કરવા માટે આરટીઓ વિભાગમાં પોલીસ દ્વારા રિપોર્ટ કરાયો

ગાંધીનગરઃ શહેરમાં એક અઠવાડિયા પહેલા ચ જીરો સર્કલથી ધોળાકુવા પાસે માતાપુત્રી ટુ વ્હિલર પર ઘરે જઈ રહ્યા હતા. તે સમયે એક કારચાલક તેમના વાહનને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ અકસ્માતમાં માતાપુત્રીનું મોત થયું હતું. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી નાસતોભાગતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અકસ્માત કરનારો આ વ્યક્તિ જિગ્નેશ જયંતિભાઈ પટેલ ગાંધીનગરની એક હોટેલનો માલિક હોવાનું બહાર આવ્યું છે. જન્માષ્ટમીના દિવસે આરોપી જિગ્નેશ પટેલ એક્ટિવાને ટક્કર મારે ત્યાંથી પૂરઝડપે કાર ચલાવી ફરાર થયો હતો.
આ પણ વાંચોઃ શંખેશ્વરની રૂપેણ નદીના પુલ પર કાર ડિવાઇડર સાથે ટકરાઈ, બેના મોત અને 10 ઈજાગ્રસ્ત
શાહીબાગમાં રહેતા માતાપુત્રીનું અકસ્માતમાં અવસાન થયું હતું

જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કારચાલક જિગ્નેશ પટેલે એક્ટિવાને ટક્કર મારતા અમદાવાદના શાહીબાગ ગણપત સોસાયટી વિસ્તારમાં રહેતા યોગિની ત્રિવેદી તેમની દીકરી જૈમીનીનું અવસાન થયું હતું. અકસ્માત થતાં જ કારચાલક જિગ્નેશ પટેલ ત્યાંથી નાસી ગયો હતો. ઈન્ફોસિટી પોલીસને જાણ થતાં પોલીસ ત્યાં દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધર્યા બાદ ગણતરીના દિવસોમાં જ તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ ધંધુકા નજીક ખાનગી લક્ઝરી બસ પલ્ટી મારી જતા સર્જાયો અકસ્માત, 35 થી વધુ પ્રવાસીઓ ઘાયલ

અકસ્માત બાદ પરિવાર સાથે નાસી ગયો હતો કારચાલક

પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી માતાને પુત્રીના ટક્કર મારી નાસી જનારા કિયા કારની શોધખોળ હાથ ધરી હતી, જેમાં રજિસ્ટ્રેશન નંબરના આધારે કુડાસણ પ્રતીક મોલની પાછળ આવેલા સનરાઈઝ બંગલોમાં રહેતા જિગ્નેશ જયંતિલાલ પટેલ હોવાનું સામે આવ્યું હતું. આ અકસ્માત થતાં જ તે પોતાના પરિવાર સાથે નાસી ગયો હતો. આરોપી એક હોટેલ પણ ચલાવે છે. ફૂડ પાર્સલ કરી ઘરે જતી વખતે મા દીકરીને ટક્કર મારી નાસી ગયો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે.

ગાંધીનગરથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા માતા દીકરી બંનેનું મોત થયું હતું

આપને જણાવી દઈએ કે, મૃતક યુવતી જૈમીની UPSCની તૈયારી કરી રહી હોવાથી પરીક્ષાનું મટિરિયલ લેવા ફઈને ત્યાં અમદાવાદથી ગાંધીનગર જઈ રહી હતી. તે સમયે તેની માતા યોગીનીબેન સાથે હતા. જ્યારે તેનો ભાઈ રાહુલ એક્ટિવા ચલાવી રહ્યો હતો. રાત્રિના સમયે તેઓ ગાંધીનગરથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રાત્રે આ અકસ્માત થતા બંનેના મોત થયા હતા. આરોપી જિગ્નેશ પટેલની ધરપકડ બાદ તેનું લાયસન્સ રદ્દ કરવા માટે આરટીઓ વિભાગમાં પોલીસ દ્વારા રિપોર્ટ કરાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.