ગાંધીનગર કેન્દ્રીય ચૂંટણી પંચ (Central Election Commission) દ્વારા હિમાચલ પ્રદેશની ચૂંટણીની સત્તાવાર જાહેરાત (Himachal Pradesh elections Official announcement ) કરી છે. હવે હિમાચલ પ્રદેશમાં આચાર સંહિતા (Election Code in Himachal Pradesh) લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) બાબતે પણ હવે અનુમાન પાક્કા લગાવવામાં આવી રહ્યા છે. જેમાં હવે દિવાળીના આસપાસના દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. જ્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની મતગણતરી જોડે જ એક જ દિવસે 8 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવશે.
ગુજરાતની ગણતરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે ETV Bharat સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ મત ગણતરી (Counting of votes in Gujarat) આઠ ડિસેમ્બરના રોજ યોજવામાં આવશે ઉલ્લેખની હશે કે આઠ ડિસેમ્બરથી ગણતરી કરવામાં આવે તો બે તબક્કામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની મતદાન 27થી 29 નવેમ્બર 2022ની વચ્ચે રહેશે. અને બીજા તબક્કાનું મતદાન એક ડિસેમ્બરથી 2 ડિસેમ્બર 2022 સુધી રહેશે. આમ બંને રાજ્યની ચૂંટણી એક સાથે પૂર્ણ થશે.
2017 ચૂંટણીમાં એક સાથે જ થઈ હતી જાહેરાત હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં 10 ઓક્ટોબરના દિવસે હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 25 ઓક્ટોબરના દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થયું હતું. 18 ડિસેમ્બરના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 18 ડિસેમ્બરના દિવસે જ મત ગણતરી હાથ ધરીને અંતિમ પરિણામ જાહેર થયું હતું. આમ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ ગણિતથી બંને રાજ્યના ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
શું કહ્યું પ્રવકતા પ્રધાન જીતુ વાઘાણી હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત થતા જ રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું કે, મારે દુઃખ સાથે જણાવવું છે કે કેટલાક લોકો હિમાચલની ચૂંટણીને પણ ઇટાલિયન ચશ્માંથી જોઈ રહ્યા છે. ચૂંટણી પંચ સ્વતંત્ર (Independent Election Commission) છે. લોકશાહીમાં આટલા વર્ષોથી શાસન કર્યા પછી પણ આ પ્રકારની વાતો ચૂંટણી પંચ પર શંકા કરવી એ મને એવું લાગે છે કે કોંગ્રેસના મારા વિરોધીઓ આહાર પાડી ગયા છે. ચૂંટણી આવે ત્યારે સ્વીકારીને લોકમત મેળવવાની કરવું જોઈએ, પરંતુ બંને ચૂંટણી સાથે થવી જોઈએ તેવી વાતો કરી રહ્યા છે. લોકશાહીના મૂલ્યો ઉપર ઘા કરનાર કોંગ્રેસ અને અન્ય અમારા વિરોધીઓ ગુજરાતની ચૂંટણી હારી ચૂકી છે તેવું ફલિત થઈ રહ્યું છે.
ભાજપનો જ વિજય થશે ગુજરાતની જનતા વિરોધીઓને સ્વીકારશે નહીં અને વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં (Himachal Pradesh Elections) ભાજપનો જ વિજય થશે. જ્યારે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થશે ત્યારે જનતા પાર્ટી જનતા પાર્ટીને મત આપવા માટે તત્પર છે અને અમે સેવા કરી છે ગુજરાત બદલાયું છે અને ભવિષ્યમાં પણ ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જઈશું.