ETV Bharat / city

રાજ્યમાં 14 એન્ટી સાયબર બુલિંગ યુનિટ સાથેના હાઈટેક પોલીસ સ્ટેશનમાં કઇ રીતે ઉકેલાશે ઝડપથી સાયબર ગુનાઓ? જુઓ વીડિયો...

વર્તમાન સમયમાં સાયબર ગુનાઓના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 23 જુલાઈના રોજ રાજ્યના તમામ રેન્જમાં એક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે, આમ રાજ્યમાં કુલ 14 સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યાં છે. ત્યારે આ સાયબર પોલીસ સ્ટેશન કઈ રીતે કામ કરે છે અને તેનું પરિણામ શું આવે છે તે જોઈએ ETVBharatના વિશેષ અહેવાલમાં...

રાજ્યમાં 14 એન્ટી સાયબર બુલિંગ યુનિટ સાથેના હાઈટેક પોલીસ સ્ટેશનમાં કઇ રીતે ઉકેલાશે ઝડપથી સાયબર ગુનાઓ? નિહાળો વિડીયો

author img

By

Published : Oct 24, 2020, 3:47 PM IST

  • દેશમાં પ્રથમ ગુજરાતમાં એન્ટી સાયબર બુલિંગ યુનિટ શરૂ
  • રાજ્યના તમામ રેજમાં એક પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું
  • સાયબર ગુનાઓ હવે ગણતરીના દિવસોમાં ઉકેલાશે
  • ધાકધમકી, ઓનલાઈન છેડતી જેવા ગુનાઓ માટે સાયબર યુનિટ કાર્યરત
  • સાયબર પોલીસ સ્ટેશનની કામગીરી

    ગાંધીનગર : રાજ્યની તમામ રેન્જમાં એક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશન પણ સામાન્ય પોલીસ સ્ટેશનની જેમ જ કાર્ય કરે છે, પરંતુ કાર્યપદ્ધતિ સંપૂર્ણ અલગ છે. કોઈપણ ફરિયાદી ફરિયાદ કરવા આવે ત્યારે પીએસઓને મળવું પડે છે. જે સામાન્ય પોલીસ સ્ટેશનની કાર્યપદ્ધતિથી સમાન છે. પરંતુ તપાસની વાત કરવામાં આવે તો સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ અને હાઈટેક ઇન્સ્ટ્રુમેન્ટના ઉપયોગ થકી ગુના અને ગુનેગારોને શોધવામાં ઝડપી છે. આ પોલીસ સ્ટેશન રેન્જ આઈજીની ઓફિસમાં જ કાર્યરત કરવામાં આવ્યું છે.

    ● સાયબર બુલિંગ અને સ્ટોકિંગ જેવા બનાવોમાં મહત્વની ભૂમિકા
    સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીની જો વાત કરવામાં આવે તો સાયબર ક્રાઈમના ગુનાઓમાં એટલે કે, જેમાં મોબાઈલ ફોન કોમ્પ્યુટર કે કોઈપણ ડિજિટલ ડિવાઈસ દ્વારા ઇન્ટરનેટ માધ્યમ વડે કોઈપણ પ્રકારનો નાણાકીય ફ્રોડ પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કે સોશિયલ મીડિયા સંબંધિત માનસિક ત્રાસ આપવો, પોર્નોગ્રાફી, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, ઈમેલ અથવા વેબસાઈટ હેકિંગ વગેરેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકો સાથે થયેલ સાયબર નાણાકીય પ્લોટમાં તાત્કાલિક મદદ કરવામાં આવશે.
    તમામ રેન્જમાં એક સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે

    ● આરોપીના બેન્ક એકાઉન્ટ, ઇ વોલેટ પણ પોલીસ બ્લોક કરી શકે
    વર્તમાન સમયમાં ઘણાં લોકોને મોબાઈલ ઉપર OTP આવતાં હોય છે અને અમુક વ્યક્તિઓ દ્વારા તેનો દુરુપપયોગ કરીને ખાતામાં રહેલા પૈસા આરોપીઓ પોતાના ખાતામાં સીધા ઓનલાઇન ટ્રાન્સફર કરી લેતાં હોય છે. આવી ઘટનામાં જો કોઈ વ્યક્તિ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે તો સાયબર પોલીસ દ્વારા આરોપીના બેન્ક એકાઉન્ટ અને ઈ વોલેટ પણ બ્લોક કરી શકવાની શક્યતા પોલીસને આપવામાં આવી છે. જ્યારે ફરિયાદીના નાણાં પણ ગણતરીના દિવસો અથવા તો કલાકોમાં પરત પણ મળી શકે છે.
  • પોલીસ પાસે છે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ
    ગાંધીનગર રેન્જ ઓફિસ ખાતે કાર્યરત થયેલા સાયબર પોલીસ સ્ટેશન અને અન્ય રેન્જમાં શરૂ થયેલા સાયબર પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા પોલીસ સ્ટેશનમાં અદ્યતન ટેક્નોલોજીના સાધનોની સુવિધા આપવામાં આવી છે. પોલીસ સાથે ચર્ચા કરતાં વાત સામે આવી હતી કે સાયબર પોલીસ સ્ટેશનમાં જે સંપૂર્ણ હાઇટેક સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ પણ આરોપી જો પોલીસથી બચવા માટે પોતાના મોબાઇલ લેપટોપ અથવા તો કોઈ પણ ઇલેક્ટ્રીક ગેજેટમાંથી પોતાની હિસ્ટ્રી ડીલીટ કરી નાંખે તો પણ તે ગણતરીના જ મીનીટો માટે હિસ્ટ્રી પરત મેળવી શકાશે. આ ઉપરાંત કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટથી તેઓ ધાકધમકી આપશે તો તમામ ધાકધમકીની વિગતો પણ સાયબર પોલીસ આસાનીથી મેળવી શકશે અને ગુનાનો ભેદ ઉકેલી શકશે.

    ગાંધીનગરથી પાર્થ જાનીનો વિશેષ અહેવાલ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.