ગાંધીનગર: નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે કોઈ 1022 કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે, રસ્તા તૂટવાની ફરિયાદ આવતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સમગ્ર રાજ્યમાં રસ્તા બાબતે સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાને ધ્યાનમાં લઇને રાજ્યમાં કયા કયા રસ્તાઓ તૂટ્યાં છે તે અંગેનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.
ભારે વરસાદથી કુલ 1022 kMના રોડ તૂટ્યાં, 10 વર્ષથી જૂનાં રોડ પર રીપેરિંગની જરૂરિયાત :નીતિન પટેલ
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ અત્યંત દયનીય પરિસ્થિતિમાં આવી ગયાં છે ત્યારે તમામ જગ્યાએ અને જાહેર જનતાનો ભારે વિરોધ થવાને કારણે કેટલા રસ્તા કેવી રીતે અને ક્યાં ક્યાં તૂટ્યાં છે તે અંગેનો અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં કુલ 1022 જેટલા રસ્તાઓ ભારે વરસાદના કારણે ધોવાઈ ગયાં હોવાનું રાજ્યના માર્ગ અને મકાન વિભાગના પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું. જ્યારે વરસાદને કારણે પ્રાથમિક અંદાજ મુજબ 300થી 400 કરોડના રસ્તા નુકશાન થયું હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.
ભારે વરસાદથી કુલ 1022 કિલોમીટરના રોડ તૂટ્યાં, 10 વર્ષથી જૂનાં 9301 કિલોમીટર રોડ પર રીપેરિંગની જરૂરિયાત :નીતિન પટેલ