ગાંધીનગરઃ અમેરિકા કેનેડાની બોર્ડર પર ગાંધીનગર જિલ્લાના ડિંગુચા ગામના એક જ પરિવારના 4 લોકો બોર્ડર ક્રોસ કરતી વખતે ઠંડીના કારણે મૃત્યુ (US Canada Border Gujarati Family Death) થયા હતા. આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગેરકાયદેસર રીતે એજન્ટોની તપાસ શરૂ કરવામાં (Investigation of agents taking abroad illegally) આવી છે. જો કોઈ પણ આવી રીતે પકડાશે તો તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi on Illigal Foreign Tour) આપ્યા હતા.
આ પણ વાંચો- અમેરિકામાં ગેરકાયદે ધુસવા જતાં 4 ગુજરાતીઓના અમેરિકા-કેનેડા બોર્ડર પર મોત, જાણો શું છે સમગ્ર ઘટનાક્રમ ...
રાજ્યના બોગસ એજન્ટોની ખેર નહીં, તપાસ શરૂ
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક જ પરિવારના 4 વ્યક્તિ (US Canada Border Gujarati Family Death) હતા. તેમનું ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં પ્રવેશ દરમિયાન અમેરિકાથી 10 ફૂટ દૂર જ તેમનું મૃત્યુ થયું હતું. ભારે ઠંડીના કારણે તમામ ચારેયના મૃત્યુ થયા હતા. આ સમગ્ર મામલો એવો પણ સામે આવ્યો છે કે, પરિવાર ફક્ત કેનેડાના વિઝા લઈને કેનેડા ગયો હતો. ત્યારબાદ તેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરતા હતા. જોકે, બોગસ એજન્ટની મદદથી તેઓ બોર્ડર ક્રોસ કરી રહ્યા હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં એજન્ટો વિરુદ્ધ તપાસ શરૂ (Investigation of agents taking abroad illegally) કરવામાં આવી છે.
આ પણ વાંચો- Canada US Border Gujarati Family Death : પરિવાર ગાંધીનગરના ઢીંગુચા ગામના રહેવાસી હોવાની શંકા, એજન્ટ પડીયલનો?
ગુજરાતના ઈતિહાસની આ પ્રથમ ઘટના
ગુજરાતના ઈતિહાસમાં આ એવી પ્રથમ ઘટના બની છે કે, જેમાં કોઈ ગુજરાતી વ્યક્તિએ કેનેડામાં જઈને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ મેળવ્યો હોય અને તેઓનું આ ગેરકાયદેસરની કામગીરી સામે આવી હોય. રાજ્ય પોલીસે (US Canada Border Gujarati Family Death) પણ ફરી આવી ઘટના ન બને તે માટે અપીલ કરી છે. સાથે જ ગૃહ રાજ્યપ્રધાને અપીલ કરી હતી કે, આવી રીતે કોઈ પણની વાતમાં આવું નહીં અને જો કોઈ પણ વ્યક્તિ તમને આવી ખોટી રીતે લઈ જવા માગતા હોય તો સીધો પોલીસનો (Action against agents taking them abroad illegally) સંપર્ક કરવો.
ડિંગુચા ગામમાં માહોલ ગમગીન
કેનેડા સરકારે સત્તાવાર રીતે અમેરિકા અને કેનેડા બોર્ડર પરથી મળેલા મૃતદેહ ગુજરાતના ગાંધીનગરના હોવાની જાહેરાત (US Canada Border Gujarati Family Death) કરી છે. ત્યારે ડિંગુચા ગામમાં ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે. તમામ બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, હવે આ ચારેય મૃતદેહોની અંતિમ ક્રિયા પણ કેનેડામાં જ કરવામાં આવશે. પટેલ પરિવારના 4 વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થતા પટેલ પરિવારના દુઃખમાં સહભાગી થવા માટે આજે સામૂહિક રીતે ગામ બંધનું એલાન (Announcement of Closure in Dingucha village) આપવામાં આવ્યું છે.
હવે પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ કરશે
ગુજરાતમાંથી અનેક ગામડાઓ ડોલરિયા ગામ તરીકે પ્રખ્યાત છે ત્યારે ગુજરાતમાં અનેક લોકોને વિદેશ જવાનો જ ખૂબ જ હોય છે અને ગમે તેમ કરીને તેઓ વિદેશ પહોંચતા હોય છે. ત્યારે ગેરકાયદેસર રીતે કોઈ પણ વિદેશ જાય નહીં અને ગુજરાતમાં જ રહે. તે માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. આમાં કોઈ પણ લોકો આવી રીતે ગેરકાયદેસર રીતે વિદેશમાં જઈ શકે નહીં. આ ઉપરાંત જે લોકો પણ વિદેશ લઈ જવા માટે ખોટું કામ કરી (Investigation of agents taking abroad illegally) રહ્યા હશે તેવા એજન્ટોને પણ પોલીસ શોધીને તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી (Action against agents taking them abroad illegally) કરશે.