ETV Bharat / city

ઇન્દ્રોડા પાર્કમાં 2 કરોડના ખર્ચે વાઘ, સિંહ અને દીપડા માટે બનાવવામાં આવ્યા આવાસો

ઈન્દ્રોડા પાર્કમાં સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ઓપન મોટ આવાસોનું ઉદઘાટન આજે રાજ્ય કક્ષાના વનપ્રધાન ગણપત વસાવા અને રાજ્યપ્રધાન રમણભાઇ પાટકર દ્વારા કરાયું હતું. 2 કરોડના ખર્ચે આ ત્રણ આવાસો બનાવવામાં આવ્યા છે, જેમાં આજથી સિંહ, વાઘ અને દીપડાને રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત બે સફેદ વાઘ પણ આજે લોકોને જોવા માટે ખુલ્લા મુકાયા હતા.

વાઘ, સિંહ અને દીપડા માટે બનાવવામાં આવ્યા આવાસો

author img

By

Published : Aug 24, 2021, 2:02 PM IST

  • વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકાશે
  • ઝરણાં, પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, ઘાસ, વાંસની વચ્ચે પ્રાણીઓ રહેશે
  • 2 સિંહ, 2 વાઘ અને 6 દીપડાઓ માટે બનાવાયા આવાસો

ગાંધીનગર : રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણી સંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી આ વન્યજીવોના અદ્યતન આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલીવાર આ આવાસોમાંથી આ પ્રાણીઓને બહાર લાવવામાં આવ્યા હતા. જેનો શહેરીજનોએ પહેલા દિવસે જ લાભ લીધો હતો. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓએ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળ્યા હતા.

વાઘ, સિંહ અને દીપડા માટે બનાવવામાં આવ્યા આવાસો

આ પણ વાંચો- White Tiger in Gujarat: પહેલીવાર ઇન્દ્રોડા પાર્કમાં લવાયેલા સફેદ વાઘની જોડી જોવા CM રૂપાણી આવે તેવી શક્યતા

ઓપન મોટની આ છે વિશેષતા

વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ઓપન મોટ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે, જેમાં પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો ઉપયોગ કરી આવાસોને આબેહૂબ નૈસર્ગિક બનાવાયા છે. આ આવાસોમાં મુખ્યત્વે વન્યજીવોને આરામ કરવાના ગઝેબો, પથ્થરની ગુફાઓ, પાણીના ઝરણા, નાના તળાવ, રેમ્પ અને સ્ટેજ પણ તૈયાર કરાયા છે. જેથી વન્યજીવોને પોતાના નૈસર્ગિક આવાસમાં જ રહેતા હોવાની અનુભૂતિ થાય. મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવી આ આવાસોની અંદર તથા બહાર ઘનિષ્ઠ વનિકરણ કરી કુદરતી ઓપ આપવામાં આવ્યો છે.

400 હેક્ટરમાં ડેવલપ થયું છે ઈન્દ્રોડા પાર્ક

રાજ્ય કક્ષાના વનપ્રધાન ગણપત વસાવાએ કહ્યું કે, ગુજરાત સરકારના વનવિભાગ અને મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ લગભગ 2 કરોડના ખર્ચે આ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. ઇન્દ્રોડા પાર્કની અંદર બે સફેદ વાઘ અને બે સિંહ અને છ જેટલા દીપડાના આવાસોનું લોકાર્પણ આજે કરાયું છે. જેનો લાભ પાટનગરમાં આવતા તમામ ગુજરાતીઓ અને શહેર વાસીઓ અને દેશવાસીઓને થશે. આ સંસ્થા 1977થી શરૂ કરવામાં આવી છે અને આજે 400 હેક્ટરમાં ડેવલપમેન્ટ થયું છે.

આ પણ વાંચો- International Tiger Day: જાણો, શું છે ટાઈગર ઝિન્દા હૈ પ્રોજેક્ટ?

ઈન્દ્રોડા પાર્કમાં 27 સાબર, 68 ચિતલ 68, અને 96 જેટલા કાળિયાર છે

વધુમાં ગણપતભાઇએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સિંહોની સંખ્યા એક સમયે 20 જેટલી હતી. આજે એ સંખ્યા વનવિભાગ, સૌરાષ્ટ્રની જનતાના સપોર્ટથી 674 થઈ છે. પ્રાણીઓનો રિસર્ચ માટે 2000 પ્રકૃતિ કેમ્પ અત્યાર સુધી અહીં થઈ ચૂક્યા છે. 5થી 6 લાખ જેટલા પ્રવાસીઓ અહીં વર્ષ દરમિયાન આવે છે. ઈન્દ્રોડા પાર્કમાં 27 સાબર, 68 ચિતલ 68 અને 96 જેટલા કાળિયાર, મગરો જેવા પ્રાણીઓ આવેલા છે. આ ઉપરાંત બે સફેદ વાઘ પણ આજથી લોકો જોઈ શકશે. જેમના માટે પણ આ આવાસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.