ETV Bharat / city

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 કેસો, હજુ પણ કુલ એક્ટિવ કેસ 309

author img

By

Published : Nov 22, 2021, 10:49 PM IST

આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો કોરોનાના 25 કેસો (cases of corona in the state ) નોંધાયા છે. રાજ્યના કોર્પોરેશન જેવા કે અમદાવાદમાં કોરોનાના 9 કેસ નોંધાયા છે, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 એમ સિંગલ ડીજીટમાં કેસો નોંધાયા છે. છેલ્લા કેટલાક સમયથી અન્ય જિલ્લાઓમાં કેસો નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા. કેટલાક જિલ્લામાં સિંગલ ડીજિટમાં કેસો નોંધાયા હતા. જો કે સારવાર દરમિયાન એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 કેસો, હજુ પણ કુલ એક્ટિવ કેસ 309
Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 કેસો, હજુ પણ કુલ એક્ટિવ કેસ 309

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 કેસો
  • અમદાવાદમાં 9, સુરતમાં 6 કેસો, એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં
  • આજે 3.67 લાખ લોકોને વેક્સિન અપાઈ

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોના કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. ત્યારે 22 નવેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાં 25 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26 લોકોને હોસ્પિટલમાંથી નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં (patients discharged from hospital ) આવી છે. દિવાળીમાં માર્કેટમાં પણ ખરિદીની ભીડ જોવા મળી હતી. જેથી શરૂઆતમાં કેસો વધ્યા હતા. બીજી બાજુ વાત કરવામાં આવે તો 25 જેટલા જિલ્લાઓમાં જીરો કોરોનાના કેસ નોંધાયા છે. ખાસ કરીને વેક્સિનેશનમાંં આજે 3.67 લાખ કરતા વધુ લોકોને વેક્સિન અપાઈ છે.

રાજ્યમાં 04 દર્દી વેન્ટિલેટર પર, જ્યારે 305 દર્દીઓ સ્ટેબલ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 309 જેટલા એક્ટિવ કેસ (Active case in Gujarat) છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 305 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,091 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,831 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.74 ટકા સુધી પહોંચ્યો છે.

અત્યાર સુધી 7,71,06,234 નાગરિકોનું વેક્સિનેશન

સોમવારે 22 નવેમ્બરના રોજ એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં 3,67,046 ને કોરોના રસીના ડોઝ અપાયા છે. આજે ગુજરાતમાં 18થી 45 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા કુલ 36,700 કરતા વધુ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 2.30 લાખથી વધુ ને બીજો ડોઝ અપાયો હતો. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 7,71,06,234 નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કોરોના રસીકરણમાં અનેક રાજ્યોની મંદ ગતિ, સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ આપી મહત્વની સલાહ

આ પણ વાંચો: કોરોનામાં મૃત્યું પામેલા લોકો માટે સહાયનું નોટિફિકેશન જાહેર: કોને અને કેવી રીતે મળશે સહાય જાણો તે બાબતે...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.