ગાંધીનગર : ગુજરાતમાં ફરવાલાયક સ્થળોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે. નવા પ્રવાસનો સ્થળ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને તમામ રાજ્યની જાહેર જનતાને ગુજરાતના ટુરિસ્ટ સ્પોટ વિશે ખબર પડે અને ગુજરાતમાં પ્રવાસન માટે ગુજરાત આવે તે હેતુથી રાજ્ય સરકારે દેશના અલગ અલગ જગ્યાઓએ ઓફિસ શરૂ કરવા આયોજન કર્યું છે. ગુજરાત કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છેે તેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી કરશે.
રાજ્ય સરકાર ઉઠાવશે ખર્ચ ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને ટુરિસ્ટ દેશો ઉપર પ્રવાસીઓ વધુમાં વધુ મુલાકાતે આવે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં 7 મોટા પ્રવાસન સ્થળો ઉપર ટુરિસ્ટ ઇન્ફર્મેશન ઓફિસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક નાની કચેરીઓ તૈયાર કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ કચેરીમાં ગુજરાતના ફરવાલાયક સ્થળોની તમામ જાણકારી આપતા મટીરીયલ્સ પણ રાખવામાં આવશે. જેથી કરીને બહારના રાજ્યના પ્રવાસીઓ ગુજરાતમાં આવે.
આ પણ વાંચો ઢોર નિયંત્રણ બિલ તો ક્યારે અમલી થશે તે તો રામ જાણે પણ સરકારે હવે કર્યો આ નિર્ણય
કયા સ્થળે બનાવાશે રાજ્ય સરકાર દ્વારા બ્યૂરો ઓફિસ જે સ્થળો પર આવી ઓફિસ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વાત કરીએ તો અયોધ્યા વારાણસી દહેરાદુન ચંડીગઢ નાગપુર ઇન્દોર ભુવનેશ્વરમાં ઓફિસ ખોલવામાં આવશે.
આ પણ વાંચો અંજારના વીર બાળક સ્મારકની વિશેષતાઓ, પીએમ મોદી કચ્છ પ્રવાસમાં કરશે લોકાર્પિત
પ્રવાસીઓ વધે અને આવક વધે રાજ્યમાં જેમ પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે રીતે ગુજરાત સરકારની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે . તેને ધ્યાનમાં લઈને જ રાજ્ય ટુરિસ્ટ પ્લેસ તરીકે અનેક જગ્યાઓ અને સ્થળોની જાહેરાત કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સમયમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે સોમનાથ મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નડાબેટ સીમા દર્શન, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સફારી પાર્ક, ગીરનું જંગલ, માધવપુર બીચ જેવા ટુરિસ્ટોની જાણકારી આ સાત ઇન્ફોર્મેશનની ઓફિસ ખાતે અન્ય રાજ્યના પ્રવાસીઓને આપવામાં આવશે. જેથી રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને સરકારની આવકમાં પણ વધારો થાય. Gujarat tourism office in indian cities , Cabinet Decision 2022 ,Gujarat Tourism Development