ETV Bharat / city

ગુજરાતના મહેસુલ વિભાગે કર્યા અનેક સુધારાઓ, શું છે આ સુધારાઓ? - સીટી સર્વે રેકોર્ડ

ગુજરાતના મુખ્યપ્રધાન(Chief Minister of Gujarat) ભુપેન્દ્ર પટેલ અને મહેસુલ પ્રધાન(Revenue Minister of Gujarat) રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા મહેસૂલ વિભાગ 14 જેટલા સુધારા કરવામાં આવ્યા છે. જેમા સ્ટેમ્પ ડ્યુટી ટ્રસ્ટ એકટની(Stamp Duty Trust Act) કલમ મંજૂરી પણ આપવામાં આવી છે.

Etv Bharatગુજરાતના મહેસુલ વિભાગે કર્યા અનેક સુધારાઓ, શું છે આ સુધારાઓ?

author img

By

Published : Aug 4, 2022, 8:37 PM IST

ગાંધીનગર : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ(Gujarat Revenue Department) દ્વારા મહેસુલી નિયમોમાં અનેક નીતિ વિષયકો સુધારા કર્યા છે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત(Relief in stamp duty), દિકરોઓને સમાન હક, ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીન કલમ 36 મુજબ મંજૂરી, ખેડૂતો હકને રક્ષણ જેવા કુલ 14 જેટલા સુધારા કરવામાં આવ્યા છે.

મહેસુલી નિયમોમાં અનેક નીતિ વિષયકો સુધારા કર્યા છે

સખાવતી સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત - ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીન જ્યારે સખાવતીના હેતુસર કોઈપણ સરકારી કે અર્ધસરકારી કે સ્થાનિક સ્વરાજની બીનઅવેજમાં ભેટ કરવામાં આવે છે. ત્યારે પર્વતમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી કરવાની રહેશે. ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દિકરીના સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે હવેથી ફક્ત 300 રૂપિયાની ડ્યુટી કરવાની જરૂરિયાત રહેશે.

આ પણ વાંચો: Revenue Issue Gujarat: મહેસૂલના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ પ્રધાન સાથે કરી બેઠક

ખેડૂતના હકના રક્ષણની જોડવાઈમાં સુધારો - સરકાર દ્વારા ટ્રસ્ટને ફાળવેલી સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ 36 અને મહેસૂલ વિભાગ કે સરકારની મંજૂરીની જરૂરી છે. જેથી પ્રીમિયમ ભરવા પાત્ર છે. તે મુજબ સ્પષ્ટતા સરકારનું હિટ જળવાય તે હેતુથી ગામ નં 7 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી શરતની ગણોત ધારા હેઠળ માતા પિતાને મળેલી અથવા વારસાઈ હકથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમને અવસાન થવાના સંજોગોમાં મહેસૂલ રેકોર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ બહેનના નામ પણ મહેસૂલ રેકોર્ડમાં દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વારસાઈ માં પડતી તકલીફનું નિવારણ - મહેસુલ વિભાગ દ્વારા એક હેતુ માટે બિનખેતી મળેલી હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી સમયે પ્રીમિયમ, ઝોનિંગ, GDCR, N. A, શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. માત્ર રિવાઇઝડ N. A ના હેતુ માટેનો અભિપ્રાય જરૂરી રહેશે. આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના મકાન, ફ્લેટ, દુકાનો ઓફિસોનું પેઢીનામું તલાટી દ્વારા કરવાની સૂચનાથી લોકોને સરળતા રહેશે.

બિનખેતીનો હુકમમાં પ્રોપટી કાર્ડ બનાવવા જરૂરી - ખેતીની જમીન બિનખેતી થયા બાદ પ્રોપટી કાર્ડ ન બનેલી હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજુ કરેથી પ્રોપર્ટી કાર્ડ બનાવવા અને તેમાં ફેરફાર કરવાનો નિર્ણય મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે લીઝ પેન્ડન્સીના રજિસ્ટ્રેશનનો(Registration of lease pendency) નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ખેતીની જમીનના હકના દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ(Dispute over unnecessary title) ટાળવા અને આ દાવા સંદર્ભે કોઈ સ્ટે ન હોય ત્યારે આવા પડતર દાવાની નોંધ ગામના નમૂના 7 માં નોંધ ન કરવા અને સબરજિસ્ટર દ્વારા લીસ પેન્ડન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત સરકાર દ્વારા જુના થયેલા 24 મહેસૂલી કાયદાનું નિરાકરણ લવાયું

ફળઝાડની હેતુ ફાળવેલી જગ્યા પર ખેતીની મંજૂરી - સરકાર દ્વારા લાંબા સમય બાદ જો શરત ભંગ થયેલ ન હોય તો આ જમીન નવસાધ્ય થયેલા હોય તેની પર ખેતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સીટી સર્વે રેકોર્ડ(City Survey Record), હક, ચોકસી, પ્રમોલગેશન ક્ષતિ સુધારણાની મુદ્દત 31 ડિસેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે. સેવાસેતુ થકી ઘરઆંગણે મળ્યો 56 જેટલી નાગરિક સેવાઓને લાભ સ્થળ ઉપર 99.98 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

ગામતળ વાડાને નિયમિત કરવાનો નિર્ણય - મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારમાં આશરે 5 લાખ જેટલા લોકોને લાભ થશે. જ્યારે શહેરી વિસ્તારના મોટાભાગના વર્ગને આનો લાભ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.