ગાંધીનગર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગુજરાતનો દરિયા કિનારો સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. હવે ગુજરાત સરકારે પશ્ચિમ બંગાળના કોલકાતાના પોર્ટ પરથી 35 કિલો આસપાસના ડ્રગ્સ જપ્ત કર્યા છે. રાજ્યના પોલીસના વડા આશિષ ભાટિયાએ આ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માસમાં દુબઈથી આ કન્ટેનર આવ્યું હતું. ગુજરાત પોલીસને માહિતી મળતા જ ત્યાં રેડ પાડવામાં આવી છે. જેમાં 7200 કિલો સ્ક્રેપમાંથી ગિયર બોક્સની અંદર (Police Found Drugs from Gear Box) ભારે માત્રામાં ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યા છે.
ઓપરેશન ગિયર બોક્સ કોલકાતા પોર્ટ (Gujarat Police seized drugs Kolkata port) પર રેડ પાડવામાં આવી હતી. એ બાબતે રાજ્યના પોલીસવાળા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી માસમાં દુબઈના પોર્ટથી સ્ક્રેપ મોકલવામાં આવ્યું હતું. જે કુલ 7200 કિલોની આસપાસ ભંગાર કોલકાતા પોર્ટ પર પહોંચ્યા હતા. જેમાં સેન્ચ્યુરી નામના કન્ટેનરમાં આવ્યું હોવાની માહિતી ગુજરાત પોલીસ અને ATSને પ્રાપ્ત થઈ હતી. જેમાં ભંગારમાં આવેલા 36 ગીયર બોક્સમાં હિરોઈન હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમાં તપાસ કરી પરંતુ તેમ છતાં પણ કોઈ પ્રકારનો હિરોઈન તેમાં મળ્યું ન હતું. વધુ તપાસ કરતા કુલ 12 જેટલા ગિયર બોક્સમાં સફેદ કલરની માર્ક કર્યું હતું. આ તમામ ગિયર બોક્સના નટબોલ ખોલતા (Drugs in Gear Box at Kolkata Port) તેમાંથી 35 કિલો જેટલું ડ્રગ્સ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. જેની કિંમત 200 કરોડની (Gujarat Police seized 200 Crore drugs in Kolkata) આસપાસ થાય છે.
કોને મોકલ્યું કોણ રીસીવર હતું તેની તપાસ કાર્યરત રાજ્યના પોલીસ વડા (Gujarat Police Chief) આશિષ ભાટિયાએ વધુમાં જણાવ્યું હતું કે, દુબઇથી SSK જનરલ ટ્રેડિંગ કંપની (Dubai SSK General Trading Company ) મારફતે કન્ટેનર આવ્યું હતું. જે ફેબ્રુઆરી માસમાં કોલકાતા પોર્ટ પર આવ્યું છે. તે હજુ પણ તેને રિસીવ કરવા આવ્યા એમ નથી. જ્યારે આ કોણે મોકલ્યું છે. કોણ રીસીવ કરવાનું હતું, તે બાબતે કોઈપણ પ્રકારની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ બાબતે અત્યારે પોલીસ ખાનગી રહે. તપાસ કરી રહી હોવાને વિગત પણ આશિષ ભાટીયા આપી હતી. જ્યારે આજે મોડસ ઓપરેન્ડી કંડલા પોર્ટ ઉપર પણ આ જ રીતે અન્ય જગ્યાએથી આવ્યું હતું. જે અનેક સમય સુધી કંડલા પોર્ટ પર જ પડી રહ્યું હતું.
ક્યાં જવાનું હતું ડ્રગ્સ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ડ્રગ્સ ક્યાં જવાનું હતું, તે બાબતે નિવેદન આપ્યું હતું કે, કોલકાતાથી આ ડ્રગ્સ મળતી માહિતી પ્રમાણે પંજાબ દિલ્હી અને ઉત્તર પ્રદેશ જવા માટે આવ્યું હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે. ગુજરાતના પોર્ટ પર પણ જ્યારે આવી રીતે ડ્રગ્સ આવતું હતું, ત્યારે કલકત્તાથી ડ્રગ્સનો અલગ અગલ કિલોના બોક્સ કે કોથળી બનવીને વાહન મારફતે મોકલવામાં આવે છે. જ્યારે ગુજરાત સરકારે જાહેર કરેલા રિવોર્ડ પોલિસીના કારણે વધારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે.