ETV Bharat / city

ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, ઓગસ્ટ માસથી મળશે ભથ્થાનો લાભ - ઓગસ્ટ માસથી મળશે ભથ્થાનો લાભ

ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર મુજબ ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓની સેવાઓ અને ફરજોને ધ્યાનમાં લઈને નાણાં વિભાગના સંદર્ભ ત્રણ અને પાંચમાં દર્શાવેલ ઠરાવ મુજબ વધારો કરવામાં આવશે. Gujarat Police Grade Pay Rises, police pay scale in gujarat, gujarat police salary

ગુજરાત પોલીસ માટે મહત્વના સમાચાર, ઓગસ્ટ માસથી મળશે ભથ્થાનો લાભ

author img

By

Published : Aug 29, 2022, 9:58 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ પોલીસ જવાનોએ ગ્રેડ-પે મામલે (Gujarat Police Grade Pay Rises) આંદોલન શરૂ કર્યું હતું અને ગુજરાત વિધાનસભાના પગથિયાંથી શરૂ થયેલ આંદોલન રાજ્યના તમામ જિલ્લાઓમાં ફેલાયું હતું, ત્યારે આજે અચાનક જ ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મણપ્પુરમ ગોલ્ડ બેંકમાં 24 કિલો સોનું લૂંટી બદમાશ ફરાર

શું છે પરિપત્ર: ગુજરાત રાજ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર મુજબ ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓની સેવાઓ અને ફરજોને ધ્યાનમાં લઈને નાણાં વિભાગના સંદર્ભ ત્રણ અને પાંચમાં દર્શાવેલ ઠરાવ મુજબ વધારો કરવામાં આવશે. અનુક્રમે રાજ્ય પોલીસ સ્થળના કોન્સ્ટેબલરી સંવર્ગની સાઇકલ એલાઉન્સ તથા એસઆરપીએફના કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈને ફિક્સ રકમનું (gujarat police salary) જાહેર સુરક્ષા પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે..

આ પણ વાંચો: પાકિસ્તાન સામેની રોમાંચક જીત બદલ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, તેંડુલકરે ટ્વીટ કરીને કહ્યું કે

આર્થિક ફાયદો: પરિપત્રમાં દર્શાવ્યા મુજબ ફિક્સ પગારના (police pay scale in gujarat ) લોકરક્ષક અને ફિક્સ પગારના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરને માસિક ફિક્સ 3500 પોલીસ કોન્સ્ટેબલને 4000 રૂપિયા હેડ કોન્સ્ટેબલને 4,500 અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને 5000 રૂપિયાનો આર્થિક ફાયદો પ્રતિ માસે મળશે. જ્યારે આ ઠરાવનો અમલ આ માસથી જ કરવામાં આવશે.

રાહ જોવી નહીં પડે: પોલીસને મળતા એલાઉન્સ બાબતે ઈટીવી ભારતે 26 ઓગસ્ટના રોજ વિશેષ અહેવાલ (grade pay of gujarat police ) બહાર પાડ્યો હતો. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા હજી સુધી કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં ન આવ્યો હોવાના અહેવાલો પણ પ્રકાશિત કર્યા હતા, ત્યારે ગણતરીના દિવસોમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેથી હવે પોલીસ કર્મચારીઓને વધારાના એલાઉન્સ માટેની રાહ જોવી નહીં પડે. સપ્ટેમ્બર માસમાં મળનારો ઓગસ્ટ માસના પગારમાં જ આ વધારો ગણતરીમાં લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.