ETV Bharat / city

Narayan Rane in Gujarat: દેશના આર્થિક વિકાસનું એન્જિન છે ગુજરાત, MSME ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (vibrant gujarat global summit 2022) પહેલા કેન્દ્રના MSME પ્રધાન નારાયણ રાણે ગુજરાત (Narayan Rane in Gujarat)ની મુલાકાતે આવ્યા હતા. તેમણે અમદાવાદમાં MSME ટાવર (MSME tower in ahmedabad)નું ઉદ્ઘાટન કર્યું હતું અને પત્રકારોને સંબોધન કર્યું હતું, જેમાં રાણેએ જણાવ્યું હતું કે, દેશના આર્થિક વિકાસમાં ગુજરાતના MSME ક્ષેત્ર (gujarat msme sector) પાસે ઘણી સંભાવનાઓ રહેલી છે.

Narayan Rane in Gujarat: દેશના આર્થિક વિકાસનું એન્જિન છે ગુજરાત, MSME ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ
Narayan Rane in Gujarat: દેશના આર્થિક વિકાસનું એન્જિન છે ગુજરાત, MSME ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ
author img

By

Published : Dec 4, 2021, 9:21 PM IST

  • અમદાવાદમાં MSME ટાવરનું ઉદ્ઘાટન કર્યું
  • આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાચું થશે
  • ગુજરાતમાં ચીનમાં બંધ થતી ઇન્ડસ્ટ્રી શરૂ કરવી જોઇએ

ગાંધીનગર: ભારત સરકારના MSME મંત્રાલયના કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ આજે શનિવારે અમદાવાદમાં નવી ઈમારત 'MSME ટાવર'નું ઉદ્ઘાટન કર્યું હતું. નારાયણ રાણેએ MSMEની અમદાવાદની નવી ઈમારત (MSME tower in ahmedabad)ના ઉદ્ઘાટન પ્રસંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ નવી ઈમારતમાં MSMEને સંબંધિત એવી જરૂરી તમામ સુવિધાઓ છે, જેનો લાભ ગુજરાતના યુવાઓ, ઉદ્યોગ સાહસિકોને મળશે. રાણેએ વધુમાં કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત (role of msme in self reliant india)નું સપનું જોયું છે, જેમાં MSMEનું યોગદાન મહત્વપૂર્ણ બની રહેશે.

અમિત શાહે ભૂમિપૂજન કર્યું હતું

MSME દેશના 40 ટકા આઉટપુટ, દેશની 49 ટકા નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

રાણેએ વધુમાં કહ્યું હતું કે, ગુજરાત દેશના આર્થિક વિકાસ (gujarat in india's economic development)નું એન્જિન છે અને તેમાં ગુજરાતના MSMEની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. તેમણે કહ્યું હતું કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સાહસો કૃષિ ક્ષેત્ર પછી દેશના અર્થતંત્રમાં દેશના 40 ટકા આઉટપુટ, દેશની 49 ટકા નિકાસ અને નિષ્ણાત રોજગારી પૂરી પાડવાની સાથે યોગદાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમદાવાદની મુલાકાત દરમિયાન રાણે (narayan rane in ahmedabad) કહ્યું હતું કે, અગાઉ MSMEની આ નવી ઈમારત માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભૂમિપૂજન કર્યુ હતું. એ સમયે અમિત શાહને વિશ્વાસ હશે કે આ ઈમારત ઘણી જ સુવિધાજનક અને ઉપયોગી બનશે, એ વિશ્વાસ સાચો ઠર્યો છે એ આ ઈમારત નિહાળીને મને લાગ્યું છે.

ચીનમાં MSME ક્ષેત્રની કેટલીક ઈન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે

ચીનમાં MSME ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના MSME ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ.

કેન્દ્રીય પ્રધાન રાણે (Narayan Rane in Gujarat)એ જણાવ્યું હતું કે, ગુજરાતના MSME ક્ષેત્ર પાસે અનેક સંભાવનાઓ રહેલી છે. તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે, ચીનમાં MSME ક્ષેત્રે કેટલીક ઈન્ડસ્ટ્રીઝ એવી છે જે બંધ થઈ રહી છે. ગુજરાતના MSME ક્ષેત્રના લોકોએ તેનો અભ્યાસ કરીને ચીનમાં બંધ થતી ઈન્ડસ્ટ્રીઝ (msme industries in china) શરૂ કરવા માટે પ્રયાસો કરવા જોઈએ, જેનાથી આગળના સમયમાં નિકાસ ક્ષેત્રે પણ સફળતા મળશે.

મુખ્ય કચેરી અમદાવાદ રહેશે

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (ministry of micro small and medium enterprises), ભારત સરકારના MSME મંત્રાલયની નીતિઓ અને કાર્યક્રમોની રચના અને અમલીકરણ (formulation and implementation of policies and programs) માટે વિકાસ કમિશનર(MSME) નવી દિલ્હીની ક્ષેત્રીય કચેરી છે. ભારતના ગુજરાત રાજ્ય પ્રદેશ તેમજ દમણ, દીવ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની મુખ્ય કચેરી અમદાવાદ ખાતે અને બે શાખાઓ રાજકોટ અને સેલવાસમાં છે.

MSME ટાવર સાયન્સ સિટી રોડ પર બન્યું

આ નવી ઈમારત MSME ટાવર, સિમ્સ હોસ્પિટલ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ ખાતે આવેલી છે. તે 7,237 સ્ક્વેર મીટરનો બિલ્ટઅપ એરિયા ધરાવે છે, જેમાં 6 સ્તર આવેલા છે. આ ઓફિસમાં એક્સપોર્ટ ફેસિલિટેશન સેલ (EFC) અને એન્ટ્રેપ્રેનોરશિપ ફેસિલિટેશન સેન્ટર (EFC) ધરાવે છે જે આ પ્રદેશમાં MSME માંથી નિકાસને વેગ આપે છે. ઈન્ટેલેક્ચ્યુઅલ ફેસિલિટેશન સેલ MSMEને IPRના આઈડેન્ટિફિકેશન, પ્રોટેક્શન અને મેનેજમેન્ટના બિઝનેસ ટૂલ તરીકે હેન્ડહોલ્ડ કરશે.

આ પણ વાંચો: Vibrant Gujarat 2022: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પેવર બ્લોક બદલવાની કામગીરી શરૂ, બેનર માટે ખાસ કરાઈ વ્યવસ્થા

આ પણ વાંચો: CM Bhupendra Patel Visit Dholera Sir: મુખ્યપ્રધાને કહ્યું- "વડાપ્રધાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.