ETV Bharat / city

કોરોનાનો કહેરઃ રાજ્યમાં વધુ 1 વ્યક્તિનું મોત, ગુજરાતમાં મૃતકોનો આંકડો 5 પર પહોંચ્યો - કોરોના વાઇરસના તાજા સમાચાર

રાજ્યમાં શનિવાર સુધીમાં કોરોનાના 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં 21, વડોદરામાં 9, સુરતમાં 7, રાજકોટમાં 8, ગાંધીનગર 9, કચ્છ અને મહેસાણામાં એક-એક કેસ નોંધાયો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ ઉપરાંત કોરોના વાઇરસના પગલે અમદાવાદમાં 3, સુરત અને ભાવનગરમાં એક-એક વ્યક્તિના મોત થયા છે.

ETV BHARAT
રાજ્યમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા, 4ના મોત સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને
author img

By

Published : Mar 28, 2020, 10:33 AM IST

Updated : Mar 29, 2020, 12:36 PM IST

ન્યૂઝ ડેસ્કઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાકા કોરોના વાઇરસે ગુજરાતને પણ પોતાની ઝપેટમાં લઇ લીધું છે. ગુજરાતમાં શનિવાર સુઘીમાં કુલ 58 કેસ પોઝિટિવ આવ્યા છે, ત્યારે આ વચ્ચે ગીર સોમનાથમાં પણ એક કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. જ્યારે અમદાવાદમાં કુલ 3 વ્યક્તિની મોત થયા છે અને રાજ્યમાં મોતનો આંકડો 5 પર પહોંચ્યો છે.

કોરોનાના આંકડા
કોરોનાના આંકડા

અમદાવાદની સ્થિતિ

સપનાના શહેર તરીકે પ્રખ્યાત અમદાવાદમાં શનિવારે કોરોના પોઝિટિવ એક મહિલાના મોતના સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ પોઝિટિવ કેસનો આંક 58 પર પહોંચ્યો હતો, ત્યારે રવિવારે પણ શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવનું મોત થયું છે. જેની ઉંમર 45 વર્ષ હતી. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનારાનો આંકડો 5 પર પહોંચ્યો છે.

રાજકોટની સ્થિતિ

કોરોનાએ રંગીલા રાજકોટને પણ પોતાની ઝપેટમાં લઇ લીધું છે. રાજકોટમાં શનિવાર સુધીમાં કુલ 8 કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં 669 દર્દીને ઓબ્ઝેર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

વડોદરાની સ્થિતિ

વડોદરામાં શનિવાર સુધી 9 કેસ પોઝિટિવ નોંધાયા છે. વડોદરામાં 48 કલાક બાદ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે બીજી તરફ શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના આઇસોલેશનમાં 4 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ દર્દીઓ તરીકે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ગાંધીનગરની સ્થિતિ

પાટનગર ગાંધીનગરમાં વિદેશથી આવેલા નાગરિકના કારણે કોરોના ફેલાયો છે. આ કોરોનાએ શહેરમા 8 લોકોને પોતાની ઝપેટમાં લીધા છે.

સુરતની સ્થિતિ

સુરતમાં શનિવાર સુધીમાં કુલ 7 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 48 કલાકમાં શહેરમાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં 11 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 9નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ હોમ ક્વોરોન્ટાઈનના 4331 દર્દી સુરતમાં છે.

કોરોના સામે લડવા આરોગ્ય વિભાગ સજ્જ

કોરોનાને માત આપવા માટે રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ ગત 10 દિવસથી રોજના 20 કલાક કામ કરે છે. છતાં પણ લોકોમાં ક્યાંકને ક્યાંક જાગૃત્તાનો અભાવ જોવા મળે છે. જેથી લોકો લોકડાઉન દરમિયાન પણ ઘરની બહાર લટાર મારતા જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત 5ના મૃત્યુદર સાથે દેશમાં બીજા સ્થાને છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે.

Last Updated : Mar 29, 2020, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.