ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આ મહિનાના અંત સુધીમાં જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે નિયમ મુજબ, જે અધિકારીઓએ 3 વર્ષ એક જ જગ્યાએ પૂર્ણ કર્યા હોય તેવા અધિકારીઓને ચૂંટણી સમયે ફરજિયાત બદલી (gujarat ias transfer) કરવાની હોય છે તે અંતર્ગત આજે રાજ્ય સરકારે દ્વારા 23 IAS અધિકારીઓની બદલી કરી છે, જેમાં અમદાવાદના કલેક્ટર તરીકે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ધવલ પટેલની નિયુક્તિ (dhaval patel ahmedabad collector) કરવામાં આવી છે.
આ અધિકારીઓની બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેનારસન, GIDC ડિરેકટર તરીકે રાહુલ ગુપ્તા, અમદાવાદના કલેકટર ધવલકુમાર પટેલ, આણંદના કલેકટર તરીકે ડી.એસ.ગઢવી, કલેકટર ડાંગ આહવા ધર્મેન્દ્રસિંહ જાડેજા, જી. ટી. પંડ્યા કલેકટર મોરબી, બી. આર. દવે કલેકટર તાપી, બી. કે. પંડ્યા કલેક્ટર મહીસાગર, પ્રવિણા ડીકે ગાંધીનગર કલેકટર, દિલીપકુમાર રાણા કલેક્ટર કચ્છ ભુજ, યોગેશ નિર્ગુડે ડાયરેક્ટર ટ્રાયબલ ડેવલપમેન્ટ ગાંધીનગર, આર. એ મેરજા કલેકટર ભાવનગર, પી આર જોશી ડીડીઓ ભરૂચ, બી. કે. વસાવા ડીડીઓ સુરત, એસ. ડી. ધાનાણીની ડીડીઓ દ્વારકા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.
આ અધિકારીઓની બદલી જ્યારે સંદીપ સાંગલે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર, એમ. વાય. દક્ષિણી એડિશનલ સેક્રેટરી પંચાયત, રૂલર હાઉસીંગ એન્ડ રુલર ડેવલપમેન્ટ, હરજીભાઈ વાઘવાણીયા એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી ડિરેક્ટર, મનીષકુમાર એમડી ગુજરાત લાઈવ વુડ પ્રમોશન કંપની, જે. બી. પટેલ યૂથ સર્વિસ એન્ડ કલ્ચર એક્ટિવિટી ડિરેક્ટર, યોગેશ ચૌધરી એમડી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, કે એસ વસાવા ડિરેક્ટર ટેક્નિકલ એજ્યુકેશન, જાસ્મીન હસરત એમડી ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડ.
મહત્વની બદલીઓ શહેરના કલેક્ટર રહેલા સંદીપ સાંગલેને હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આમ, પહેલા રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા અમદાવાદના કલેક્ટર સંદીપ સાંગલે કમિશનરનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે સત્તાવાર ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને ગાંધીનગર મ્યુ. કમિશ્નર તરીકે ફરજ બજાવતા ધવલ પટેલને અમદાવાદ કલેકટરની જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યપ્રધાન બ્રિજેશ મેરજાના ભાઈને ભાવનગરની જવાબદારી સોંપાઈ આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર (AMC Commissioner) તરીકે એમ. થેનારસનને જવાબદારી આપવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકારમાં રાજ્ય સરકારના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઈ આર.એ. મેરજાને ભાવનગરમાં કલેક્ટરની સત્તા આપવામાં આવી છે.