ગાંધીનગર : રાજ્યમાં છૂટક મજૂરી કરતા લોકો માટે રાજ્ય સરકારે એક નવી યોજના (Annpurna Lunch Scheme by Gujarat Govt.) શરૂ કરી છે. સરકાર તરફથી આ યોજના માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યમાં 50 લાખથી વધુ લોકોને બપોર (Midday Meal for Workers) નું જમવાનું સસ્તા દરે પ્રાપ્ત થશે. કોરોનાની વૈશ્વિક મહામારી અને લોકડાઉનને કારણે સરકારે આ યોજના સ્થગિત કરી દીધી હતી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની (Former CM Vijay Rupani) સરકારમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અસંગઠિત કામદારો કર્મચારીને 10 રૂપિયાના નજીવા ખર્ચમાં જમવાનું આપવામાં આવતું હતું. જે હવે ભુપેન્દ્ર પટેલની સરકારમાં વધુ સસ્તા દરથી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રખડતા ઢોરના અડફેટે વૃદ્ધ, કપકપી ઉઠે તેવો વીડિયો...
માત્ર 5 રૂપિયામાં જમવાનું: આ યોજના અંતર્ગત વિજય રૂપાણી સરકારના કાર્યકાળમાં રૂપિયા 10 જે જમવાનું મળતું હતું. એ હવે માત્ર રૂપિયામાં 5 માં શ્રમિકોને મળી રહેશે. કેબીનેટ બેઠક પુરી થયા બાદ આ યોજના બાબતે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા એ જણાવ્યું હતું કે યોજનાને સરકારે મંજૂરી આપી દીધી છે. પણ આ બાબતનું ટેન્ડર હજુ સુધી બહાર પાડવામાં આવ્યું નથી. જૂન મહિનાના અંત સુધીમાં જે યોજનાનું ટેન્ડર બહાર પાડીને એજન્સીની નિમણૂક કરાશે. સુત્રો એ એવું પણ જણાવ્યું કે, રાજ્ય સરકાર તરફથી સુશાસનના 20 વર્ષની ઉજવણી નિમિતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે દરમિયાન આ યોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
મહામારીના કારણે બંધ કરાઈ: રાજ્યમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી વર્ષ 2017માં હતા. એ સમયે તારીખ 18 જુલાઈના દિવસે રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે અન્નપૂર્ણા યોજનાની શરૂઆત કરી હતી. પરંતુ, કોરોનાની મહામારીના કપરાકાળમાં આ યોજના બંધ કરી દેવામાં આવી હતી. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર આવતા જ શ્રમિકો માટે ફરી આ યોજના વધુ સસ્તા દરે શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યના પ્રધાન બ્રિજેશ મેરજાએ એક બેઠક બોલાવી હતી. પછી કેબિનેટની બેઠકમાં આ યોજના અંગે પ્રસ્તાવ મૂકતા ફરી યોજના શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: રાહુલે લોકોનો અવાજ ઉઠાવ્યો, તેથી જ સરકાર મુશ્કેલીમાં છે: કોંગ્રેસ
ચૂંટણી પહેલા જાહેરાત:જે તે સમયે વિજય રૂપાણીએ ચૂંટણી પહેલા આ યોજનાની શરૂઆત કરી હતી. હવે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકારે ફરી આ યોજનાની જાહેરાત કરી દીધી છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ કુલ 119 જેટલા કાઉન્ટરો અને અલગ અલગ જિલ્લા મથકોમાં કાર્યરત કરવામાં આવ્યા હતા. શ્રમિકોને માત્ર 10 રૂપિયામાં જ રોટલી, થેપલા શાક, અથાણું, ભાત, ચટણી, લીલા મરચા સહિતનો ખોરાક આપવામાં આવતો હતો. જેમાં શ્રમિકોને ત્યાંથી ટિફિન ભરી આપવામાં આવતું હતું. શરૂઆતના તબક્કામાં 84 ગોઠવીને આઠ શહેરમાં આ યોજના શરૂ કરવામાં આવી હતી.