ETV Bharat / city

GIDCના ઉદ્યોગકારોને અંદાજે રૂ.500 કરોડની રાહત-સહાય મળશે, કોરોનાની બીજી લહેરમાં ઉદ્યોગોકારોને નવી સંજીવની

ઉદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમય મર્યાદા- મોરેટોરિયમ પીરિયડ વધુ એક વર્ષ 2023 સુધી વધારી આપવામાં આવી- વણવપરાશી દંડની રકમ લેવાશે નહીં

GIDCના ઉદ્યોગકારોને અંદાજે રૂ.500 કરોડની રાહત-સહાય મળશે

author img

By

Published : Aug 21, 2021, 6:56 PM IST

Updated : Aug 21, 2021, 7:11 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
  • કોવિડ19ની બીજી લહેરની અસરથી રાહત આપતા મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા
  • જી.આઈ.ડી.સી દ્વારા ચાર નીતિ વિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી
  • GIDCના ઊદ્યોગકારોને અંદાજે રૂ.500 કરોડની રાહત-સહાય મળશે

ગાંધીનગર : કોરોના-કોવિડ 19ની બીજી લહેર બાદ રાજ્યના ઉદ્યોગકારો, MSME એકમોને આ બીજી લહેરની આર્થિક પ્રતિકૂળ સહાયથી પુન:બેઠા થવા માટેની રાહત આપવા રાજ્ય સરકાર દ્વારા મહત્વના નિર્ણયો કર્યા છે, જેમક સીએમ વિજય રૂપાણી સમક્ષ ઉદ્યોગ સંગઠન, ગુજરાત વેપારી મહામંડળ અને FIA દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે આ આત્મનિર્ભર પેકેજ પુન:અમલી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

પ્રથમ લહેર બાદ પણ પેકેજની કરી હતી જાહેરાત
અગાઉ કોરોનાની પ્રથમ લહેર પછી રાજ્યના ઉદ્યોગ-વેપાર જગતને પુન: વેગવંતા બનાવી આર્થિક પરિસ્થિતિને બળ આપવા સીએમ રૂપાણીએ રૂ. 14,000 કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું આ પેકેજ અન્વયે GIDC દ્વારા 14 યોજનાઓ હેઠળ 31,166 ઉદ્યોગકારોને 407.72 કરોડના લાભ મળ્યા છે.
500 કરોડની આપવામાં આવશે સહાય
સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષતા હેઠળ મળેલ બેઠળમાં નેતૃત્વમાં GIDCએ આ સંદર્ભમાં 4 નીતિ વિષયક યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્ર GIDCના 50,000થી વધુ ઉદ્યોગોને મળશે. ઉદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા એટલે કે મોરેટોરિયમ પીરિયડ વધુ 1 વર્ષ વણવપરાશી દંડની રકમ લીધા વગર વધારી આપવામાં આવશે. તદ્દઅનુસાર, જે ઉદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા 2021-22માં પુર્ણ થતી હોય તેને વધુ વર્ષ વણવપરાશી દંડ વસૂલ કર્યા સિવાય સમય મર્યાદા વધારી અપાશે.
દંડની માફી, 672 ઉદ્યોગકારોને મળશે લાભ
આ નિર્ણયને પરિણામે ઉદ્યોગકારોને મિલકતનો વપરાશ કરવા માટે વધુ સમય મળી રહેશે અને દર વર્ષે વિતરણ કિંમતના 2 ટકા પ્રમાણે વણવપરાશી દંડની અંદાજે કુલ 16.70 કરોડની રકમ ભરવાથી છૂટછાટ મળશે. આ યોજનાનો અંદાજે 672 લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થશે. ઔદ્યોગિક વસાહતોના જે ફાળવણીદારો અગાઉની નીતિ અંતર્ગત વપરાશની સમય મર્યાદા વધારાનો લાભ મેળવી શક્યા નથી તથા જેમને માર્ચ-2022 સુધી લાભ આપવામાં આવ્યો છે તેવા તમામ ફાળવણીદારોને માર્ચ 2023 સુધી વપરાશ સમયમર્યાદા વધારી આપવામાં આવશે. વધારેલ સમય મર્યાદામાં વપરાશ શરૂ કરવામાં આવશે તો આ નીતિ અન્વયે અંદાજે 350 કરોડની રાહતનો આવા 1656 ઊદ્યોગકારોને લાભ મળશે.
ભાવ વધારો મોકૂફ
વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી. આ રજૂઆતોનો પણ સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતા નિર્ણય કર્યો છે કે, GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવિડ-19ની મહામારી તથા તે દરમ્યાન થયેલી લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત અસરને પરિણામે આર્થિક બોજો ન પડે તે હેતુસર નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકિય વર્ષ 2021-22 માટે નિયત કરેલ ભાવ વધારો આ વર્ષ માટે મોકૂફ રાખીને ગત નાણાંકિય વર્ષ 2020-21ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજીત રૂ. 26 કરોડની રાહત આ નિર્ણયને પરિણાને ઉદ્યોગકારોને મળશે. તદ્દઉપરાંત વધુ માંગ ધરાવતી સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ : 2021-22 માટે નકકી કરેલ ભાવ વધારો થયાવત રાખવામાં આવ્યો છે. GIDC દ્વારા નવા કરવાના થતા બાંધકામ વિસ્તારના નક્શા મંજૂર કરતી વખતે સર્વિસ અને એમીનીટીઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂ.50 વસૂલ કરવામાં આવે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડનો ઉપયોગ
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વર્ષ 2009-2019થી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડની રચના કરવામાં આવેલી છે. તે અંતર્ગત વિવિધ વસાહતોમાં પ્રતિ ચો.મી. રૂ.5 લેખે વસૂલાત કરી તે પૈકી રૂ.3 નિગમે વસાહતોના નવિનીકરણના કામો માટે આપેલ ફાળા પેટે રાખવાના તથા રૂ.2 જે તે ઔદ્યોગિક વસાહત મંડળોને વસાહતની નિભાવણી માટે ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. GIDC દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં થયેલ ખર્ચ પેટે એસોસીએશનના ફાળાની વણવસુલાયેલ રકમ નિગમના વર્ષ 2010ના પરિપત્ર મુજબ વસુલ થયેલ "ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડ" પૈકી રૂ.2 લેખે ઔદ્યોગિક વસાહત મંડળ, નોટિફાઈડ એરીયાને ફાળવવાની થતી ઉપલબ્ધ રકમમાંથી સરભર કરી બાકીની બચતની રકમ સંબંધિત ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને નિભાવણી ફંડ પેટે ફાળવી આપવાની રહેશે. રૂ.2 લેખે વસૂલ કરેલ ૨કમમાંથી વસાહત મંડળના ફાળા પેટે અંદાજે રૂ.33.24 કરોડ સંબંધિત 59 વસાહત મંડળને નિભાવણી ફંડ પેટે ફાળવવાનો અંદાજ છે.

Last Updated : Aug 21, 2021, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.