- સરકાર પર બોજનો વધારો, બીજી તરફ ઉદ્યોગોને જાહોજલાલી
- સરકારે ટાટા મોટર્સને લોન પેટે 587 કરોડ ફાળવ્યાં
- નેનો કારનાં વેચાણ થયાના 20 વર્ષ બાદ સરકાર વ્યાજ વસૂલી શકે તેવો ઠરાવ કરાયો
ગાંધીનગર: વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કાલાવડનાં ધારાસભ્ય પ્રવીણ મુછડીયાએ ઉદ્યોગપ્રધાનને સવાલ પૂછ્યો હતો. જેમાં સરકારે ટાટા મોટર્સને કેટલી લોન આપવામાં આવી અને કેટલા ટાઈમ માટે આપવામાં આવી અને તેના પાછળ વ્યાજ પેટે કેટલી રકમ વસૂલવામાં આવી છે તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેનો જવાબ રજૂ કરતા ઉદ્યોગપ્રધાને જણાવ્યું હતું કે, ટાટા મોટર્સ અને સરકાર વચ્ચે ઠરાવની જોગવાઈઓ મુજબ ઉદ્યોગ કમિશનર કચેરી દ્વારા લોન પેટે 587.08 કરોડ ચૂકવવામાં આવ્યાં છે.
આ પણ વાંચો : વિધાનસભા ગૃહમાં ગુજરાત પંચાયત (સુધારા) વિધેયક-2021 રજૂ કરાયું
સરકારે લોન અને વ્યાજનાં રૂપિયા બંને જતા કરવા પડશે ?
સરકાર દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર ટાટા મોટર્સ અને સરકાર વચ્ચે જે ઠરાવ કરવામાં આવ્યો છે. તે અનુસાર ટાટા મોટર્સ નેનો કારના વેચાણની તારીખથી 20 વર્ષ બાદ એટલે કે 21માં વર્ષથી વ્યાજની વસૂલાત કરી શકે છે. પરંતુ સવાલ એ છે કે, ટાટા મોટર્સ દ્વારા ખાસ નેનો કારના ઉત્પાદન માટે મોટો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ નેનો કાર ઉત્પાદન શરૂ કરી અને બંધ કરી દેવામાં આવ્યું છે. જેના 20 વર્ષ પણ થયા નથી અને સરકાર તો 21 વર્ષ પછી જ વ્યાસ વસૂલી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે. તો હવે સવાલ એ છે કે સરકારને વ્યાજ મળશે. લોનનાં રૂપિયા કે પછી સરકારે લોન અને વ્યાજનાં રૂપિયા બંને જતા કરવા પડશે.
આ પણ વાંચો : જાહેરનામા ભંગના કિસ્સાઓમાં પોલીસને FIR નોંધવાનો અધિકાર મળશે
રોજગારી માટે નેનો પ્રોજેક્ટને મંજૂરી મળી હતી
ટાટા મોટર્સ દ્વારા નેનો કારના ઉત્પાદન માટે મોટો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. જેમાં હાલ ટાટા મોટર્સ કંપની અન્ય ચીજોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ટાટા મોટર્સ કંપનીએ શરૂઆતમાં નેનો કારના ઉત્પાદન માટે મોટી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં સૌથી સસ્તી નેનો કારનું ઉત્પાદન હવેથી ગુજરાતમાં થશે. જેને લઇને મોટી સંખ્યામાં લોકોને રોજગારી પણ મળી રહેશે. પરંતુ હવે એવું દેખાઈ રહ્યું છે કે, સરકાર દ્વારા આપવામાં આવેલી લોન તો અલગથી રહી પરંતુ ટાટા મોટર્સ વ્યાજનાં પૈસા પણ આપી શકશે કે નહીં એક તરફ રાજ્ય સરકાર કેન્દ્રની સરકાર પાસેથી પૈસા લઈ રહી છે. તો બીજી તરફ રાજ્યની સરકારે મંદિરો પાસેથી પણ વ્યાજે રૂપિયા લેતા હોવાનું સામે આવ્યું છે. સરકાર લોકોની રોજગારી પુરી પૂરી પાડવી અને આરોગ્યની સુવિધાઓ વધારવાના બદલે ઉદ્યોગો ઉપર જ પૈસા પાછળથી હોવાનું સામે આવ્યું છે.