- ગુજરાતમાં કુલ નવા 1,270 પોઝિટિવ કેસ આવ્યા
- 1,465 દર્દીઓ ડિસ્ચાર્જ થયા
- આજે 12 લોકોના મોત
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,270 નોંધાઈ છે. ગઈકાલે બુધવારે 1,318 નવા દર્દી હતા. એટલે કે, ગત 5 દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. સાજા થયેલા દર્દીઓ ગઈકાલે 1,550 હતા, જે આજે 1,465 છે. આમ ગુજરાતનો કોરોના રિકવરી રેટ 91.85 ટકાથી સુધરીને 91.99 થયો છે.
60,547 ટેસ્ટ કરવામાં આવ્યા
ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કર્યા મુજબ આજે ગુરુવારે રાજ્યમાં કુલ 60,547 ટેસ્ટ કરાયા છે અને રાજ્યમાં અત્યાસુધીમાં કુલ 84,92,641 ટેસ્ટ થયા છે. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં આજના દિવસે કુલ 5,53,136 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરાયા છે. જે પૈકી 5,52,999 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે. આ ઉપરાંત 137 વ્યક્તિઓને ફૅસિલિટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
અમદાવાદમાં 7 દર્દીના મોત
ગુજરાતમાં આજે કુલ મૃત્યુ 12ના છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 3, મહેસાણા 1 અને વડોદરામાં 1ના મોત થયા છે. અમદાવાદમાં આજે ગુરુવારે કોરોના પોઝિટિવ કુલ 265 નવા કેસ આવ્યા હતા. સુરતમાં 171 કેસ, વડોદરામાં 138 કેસ, રાજકોટમાં 89 કેસ, મહેસાણામાં 50 કેસ, ગાંધીનગરમાં 39 કેસ, પાટણમાં 37 કેસ અને પંચમહાલમાં 28 કેસ નોંધાયા છે.