ETV Bharat / city

Gujarat Corona Update: 24 કલાકમાં 2275 પોઝિટિવ કેસ નોંધાયા, 21 દર્દીના મૃત્યુ - પોઝિટિવ કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના હવે ધીમાં પગલે ચાલી રહ્યો છે. આજે કોરોનાના નવા 2275 કેસ(Gujarat Corona Update) નોંધાયા હતા, તો બીજી તરફ 8172 દર્દીઓ સાજા થયા છે.

Gujarat Corona Update: 24 કલાકમાં 2275 પોઝિટિવ કેસ નોંધાયા, 21 દર્દીના મૃત્યુ

author img

By

Published : Feb 10, 2022, 8:45 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં (Gujarat Corona Update) કોરોનાએ છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં (Corona cases in Gujarat ) વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા, જે ત્રીજી લહેરમાં 25 હજારની આસપાસ પોઝિટિવનો આંકડો આવતો, હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફેબ્રુઆરીની 10 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2275 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 8172 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. અને 21 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને બરોડામાં 04 દર્દીના મૃત્યુઆંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયો છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: 24 કલાકમાં 2,560 પોઝિટિવ કેસ નોંધાયા, 24 દર્દીના મૃત્યુ

અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર (Gujarat Health Department) પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 700 જેટલા કેસો નોંધાયા છે, જ્યારે સુરત શહેરમાં 72, બરોડા શહેરમાં 292 અને રાજકોટમાં 84 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 8172 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 1,66,610 નાગરિકોનુ રસીકરણ થયું

આજ રોજ 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,60,610 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે, જ્યારે 18થી 45 વર્ષની વયના 13,116 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, અને 37,544 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે, આ ઉપરાંત 15થી 18 વર્ષના 11,564 બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 55,906 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત 32,516 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,05,10,421 નાગરિકોનુ રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાને બ્રેક લાગી, છેલ્લા 24 કલાકમાં 2502 કેસ, 28 લોકોના થયા મૃત્યુ

રાજ્યમાં એક્ટિવ કેસ 21,437

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 21,437 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 143 વેન્ટિલેટર પર અને 21,294 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,761 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 11,78,289 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં (Corona recovery rate in Gujarat) રિકવરી રેટ 97.34 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.