ETV Bharat / city

Gujarat Corona Update: આજે રાજ્યમાં 6097 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

ગુજરાતમાં આજે 6097 કોરોના (Gujarat Corona Update)ના પોઝિટિવ કેસ નોંધાયા છે, આજે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 28 કેસ નોંધાયા છે.

Gujarat Corona Update
Gujarat Corona Update
author img

By

Published : Jan 10, 2022, 9:02 PM IST

Updated : Jan 10, 2022, 10:34 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ(Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે, ડિસેમ્બરની પહેલી તારીખની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા હતા, પરંતુ આજે 10મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6097 કોરોનાના પોઝિટિવ કેસો(Positive cases of corona) નોંધાયા છે, જ્યારે આજે કોરોના નવા વેરીયન્ટ ઓમીક્રોનના(Omicron case in Gujarat) 28 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાના કારણે એક પણ મોત થયું નથી. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ 264 કેસ નોંધાયા છે, જેમાંથી 223 દર્દીઓએ ઓમિક્રોનને માત આપીને ઘરે ફર્યા છે, હાલ ઓમિક્રોનના કુલ 41 કેસ એક્ટિવ છે.

અમદાવાદમાં આજે કોરોના 1893 કેસ સામે આવ્યા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવેતો, રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 1893 કેસો, સુરત શહેરમાં 1778, વડોદરામાં શહેરમાં 410 અને રાજકોટમાં 191 કેસ નોંધાયા છે. જ્યારે આજે કુલ 1539 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે.

જુનાગઢમાં કુલ 44 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા

આજે સોમવારે જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 33 અને અન્ય 9 તાલુકામાં 11 મળીને કુલ 44 વ્યક્તિઓ કોરોના સંક્રમિત સામે આવ્યા હતા. આજે 04 વ્યક્તિઓ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી હતી, તો ગઈકાલે ધીમા પડેલા રસીકરણ અભિયાનમાં આજે વેગ મળ્યો છે અને જિલ્લામાં 7957 વ્યક્તિઓને કોરોના સંક્રમણ સામે સુરક્ષા આપતી રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

વડોદરામાં કુલ 470 કેસ નોંધાયા

વડોદરા શહેર-જિલ્લામાં આજે કોરોનાના નવા 470 કેસ નોંધાયા છે. રવિવારે શહેર-જિલ્લામાં 398 કેસ નોંધાયા હતાં. આ સાથે કોરોનાની કુલ કેસની સંખ્યા 73,869 ઉપર (Covid19 Update in Vadodara) પહોંચી ગઇ છે.

સુરતમાં આજે કોરોનાના 1678 કેસ નોંધાયા

શહેરમાં આજે કોરોનાના 1678 કેસ સામે આવ્યા છે, ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી, શહેરમાં કોરોનાના કુલ 8262 એક્ટિવ કેસ છે, આજે 369 લોકો થયા સ્વસ્થ. કુલ 12,394 બાળકોને અપાઇ રસીનો પ્રથમ ડોઝ, તેમજ 4,422 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો, શહેરમાં અત્યાર સુધી કુલ 1,11,620 લોકોને અપાઇ ચુકી છે વેક્સિન.

કચ્છ જિલ્લામાં 109 પોઝિટિવ કેસો નોંધાયા

આજે કચ્છ જિલ્લામાં 109 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 336 પહોંચી છે. આજે 76 દર્દીઓ સાજા થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં નવા વેરિયન્ટ ઓમીક્રોનના આજે નવા 02 કેસ નોંધાયા હતા તથા ઓમીક્રોનના 05 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા.

આજે 1,50,993 નાગરિકોને પ્રિકોશન ડોઝ અપાયો

આજે 10 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 3,82,777 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 6,847 નાગરિકોને પ્રથમ ડોઝ અને 72,015 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15થી 18 વર્ષના 52,256 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,35,01,594 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં આજે ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને પ્રથમ દિવસે જ 1,50,993 નાગરિકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 32,469

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો, રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 32,469 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 29 વેન્ટિલેટર પર અને 32,440 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,130 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને માત આપી છે, ગુજરાતમાં રિકવરી રેટ 95.09 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો : Gujarat Corona Update: આજે રાજ્યમાં 6275 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં

આ પણ વાંચો : Corona Updates India: ભારતમાં 1,59,632 કોરોના કેસ નોંધાયા, ટેસ્ટ પોઝિટિવિટી રેટ 10.21 ટકા

Last Updated : Jan 10, 2022, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.