- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 પોઝીટીવ કેસ નોંધાયા
- 12 દર્દીઓએ કોરોનાને માત આપી
- સૌથી વધુ કેસ અમદાવાદ અને વડોદરામાં સુરતમાં 3-3
ગાંધીનગર : રાજ્યમાં કોરોના કેસમાં સતત ધટાડો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક પણ દર્દીની કોરોનાથી મૃત્યુ થયુ નથી.
અમદાવાદમાં કોરોના કાબુમાં
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી માં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ફક્ત 03 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 03 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.
રાજ્યમાં આજે કેટલા નાગરિકોએ કોરોનાને આપી મ્હાત
અત્યારે રિકવરી રેટ પણ ઘટીને 98.76 ટકા જેટલો નોંધાયો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 08,15, 166 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જયારે અન્ય મોટા શહેરો જેમ કે , વડોદરા, સુરત અને રાજકોટમાં અનુક્રમે 03, 02, 01 કેસ નોંધાયા છે.
રાજ્યની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 151 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 147 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,081 મૃત્યુ નોંધાયા છે.