- 24 કલાકમાં એક પણ મૃત્ય નહીં
- 21 દર્દીઓએ કોરોનાને માત આપી
- રિકવરી રેટ 98.75 ટકા પહોંચ્યો
ગાંધીનગર: કોરોનાની બીજી લહેરમાં એક સમયે ગુજરાતની સ્થિતિ ઘણી દયનીય હતી અને કેસ પણ વધુ હતા. જેમાં રોજના 10થી 14 હજાર કેસ રાજ્યમાં એપ્રિલ મહિનામાં આવતા હતા. ત્યારે મે અને જૂન મહીના બાદ હવે જુલાઈ મહિનાના અંતમાં સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 25થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 21 જેટલા દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જો કે, સૌથી સારી વાત એ પણ છે કે, એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી.
આ પણ વાંચો- Gujarat Corona Update: કોરોનાના 27 પોઝિટીવ કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે, કુલ 254 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 05 વેન્ટિલેટર પર અને 249 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,076 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,570 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે, છેલ્લા 10 દિવસથી એક પણ દર્દીનું મૃત્યુ કોરોનાથી નથી થયું. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.75 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 30 કેસ નોંધાયા, 57ને રજા અપાઈ
રાજ્યમાં 1 ઓગસ્ટે વેક્સિનેશન વધ્યું
રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા વધી રહી છે, લોકોમાં અવેરનેસ પણ વેક્સિનને લઈને જોવા મળી રહી છે. ત્યારે આજે 1 ઓગસ્ટ સોમવારના રોજ 3,73,452 લોકોને વેક્સિન અપાઈ હતી. જો કે, અત્યાર સુધી 3,36,37,830 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે. વેપારીઓ માટે વેક્સિન લેવા માટે મુદ્દત વધારાઈ છે, જેથી તેમના માટે એ પણ રાહતની વાત છે. કેમ કે હજુ પણ ઘણાં વેપારીઓ વેક્સિન લેવામાં બાકી છે. તેમના માટે સરકાર તરફથી ફરી વધુ સમય અપાયો છે.